New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-286.jpg)
- આસપાસ માં રહેલ બાઇકો અને લારીઓમાં નુકશાન
- આખલાની લડાઇના પગલે લોકોન જીવ તાળવે ચોટ્યા
- મહામહેનતે આખલાને છુટા પડાયા કોઈ જાનહાની નહિ
ભરૂચ સ્ટેશન રોડ ઉપર બે આખલા વચ્ચે અચાનક યુદ્ધ છેડાતા ભાગદોડ મચી જવાના દ્રષ્યો સામે આવ્યા હતા.
આ ઘટનામાં બે આખલા સામસામે આવી બાથે પડતા રોડની આસપાસ રહેલા લારી ગલ્લાઓને પણ નુકશાન પહોંચ્યું હતું. તો સ્ટેશન રોડ ઉપરથી પસાર થતા લોકોમાં ભાગદોડ મચી જવા સાથે સૌના જીવા તાળવે ચોંટ્યા હતા. આખલાઓના આ યુધ્ધના પગલે થોડા સમય માટે ટ્રાફિકની યાતાયાત પણ થંભી જવા પામી હતી.અંતે મહા મુસીબતે બંન્નેવ આખલા છુટા પડતા સૌએ હાશકારો અનુભવ્યો હતો અને ટ્રાફીક પણ યથાવત બન્યો હતો.
Latest Stories