/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/IMG_20190316_080337.jpg)
ભારત સરકારે ગુજરાતના નર્મદા અને દાહોદ જિલ્લાને આકાંક્ષી જિલ્લા તરીકે જાહેર કર્યો છે.જેના ભાગ રૂપે સરકાર દ્વારા નર્મદા જિલ્લાના વિકાસ માટે વિશેષ પ્રયત્નો કરાઈ રહ્યા છે. ભરૂચ-નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ પોતાના મતવિસ્તાર ડેડીયાપાડાના વિકાસ માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિતમાં રજુઆત કરી છે.
ગુજરાતના ભરૂચ લોકસભા મત વિસ્તારના સાંસદ મનસુખ વસાવાએ રૂપાણીને લખેલા પત્રમાં એમ જણાવ્યું છે કે ડેડીયાપાડા અને સાગબારામાં વીજ પુરવઠાના પ્રશ્નને લઈને ખેતી અને પશુપાલનના પર સીધી અસર પડે છે. નવી શાળા-કોલેજો તો છે પરંતુ પૂરતો સ્ટાફ ન હોવાથી ગુણવત્તા વાળુ શિક્ષણ મળતું નથી, માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને વાંચતા લખતા તકલીફ પડે છે.સિંચાઇની સુવિધાઓ નહિવત અને ઘણી અપૂરતી છે, ગંગાપુર ડેમ બાંધવાની માંગણી પણ અપૂરતી છે.સ્થાનિક લોકોને રોજગારી મળી રહે અને પ્રવાસન ક્ષેત્રે પ્રગતિ થાય એ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ગોરા, ઝરવાણી, માથાસર, ડુમખલ થઈ દેવ મોગરા,નિનાઈ ધોધ,માલસામોટ સહિતના ગામોને પ્રવાસન વિભાગ સાથે જોડવા જોઈએ.નર્મદા જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રમાં ખાસ ધ્યાન આપવું જરૂરી નથી, સારી હોસ્પિટલો અને ડોકટરોના અભાવે લોકોને પૂરતી સારવાર મળી શકતી નથી.