Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : મતદાન જાગૃતિ વધારવા સ્વીપ અંતર્ગત પાલનપુર વિધામંદિર ખાતે રંગોળી સ્પેર્ધા યોજાઇ

બનાસકાંઠા : મતદાન જાગૃતિ વધારવા સ્વીપ અંતર્ગત પાલનપુર વિધામંદિર ખાતે રંગોળી સ્પેર્ધા યોજાઇ
X

બનાસકાંઠા જિલ્લાના મતદારોની જાગૃતિમાં નોંધપાત્ર વધારો થાય અને જિલ્લામાં વિક્રમજનક મતદાન થાય તે માટે સ્વીપ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજીને લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. પાલનપુર મુકામે વિધામંદિર સ્કુયલ કેમ્પતસમાં ૪૦ ફૂટની રંગોળી સ્પોર્ધાનું ઉદઘાટન જિલ્લાં ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી બનાસકાંઠા શ્રી સંદીપ સાગલેના હસ્તે કરવામાં આવ્યું હતું.

વિધામંદિર સ્કુલના ૧૦ જેટલાં ચિત્ર શિક્ષકોની મદદથી ૪૦ ફુટ મોટી રંગોલી દ્વારા મતદાન જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી સંદીપ સાગલે જણાવ્યું કે તા. ૨૩ એપ્રિલના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે જંગી મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે ચૂંટણી નિર્ભય, તટસ્થ અને મુક્ત માહોલમાં યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે મતદારોની જાગૃતિમાં નોંધપાત્ર વધારો થાય અને વિક્રમજનક મતદાન થાય તે માટે સ્વીંપ અન્વયયે વ્યાુપક પ્રયાસો હાથ ધરવામાં આવ્યાા છે. મતદાન જાગૃતિ માટે યોજાતા આવા કાર્યક્રમોને લોકો તરફથી ઉત્સાપહજનક પ્રતિભાવ મળી રહ્યા છે.

નોડલ ઓફીસરશ્રી સ્વીતપ અને જિલ્લાા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પ્રજાપતિ, વિધામંદિર કેમ્પસના સંચાલક શ્રી હસમુખભાઇ મોદી, નાયબ જિ. પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મુકેશભાઇ ચાવડા સહિત શિક્ષકો, વિધાર્થીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Next Story