મહારાષ્ટ્રમાં 10 મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન

New Update
મહારાષ્ટ્રમાં 10 મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન

મહારાષ્ટ્ર રાજ્યની 10 મહાનગર પાલિકાની ચૂંટણીનું મતદાન 7 વાગ્યાથી શરુ થઇ ગયુ છે જેમાં બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને રેખા, અનિલ અંબાણીની પત્ની નીતા અંબાણી, RSSના પ્રમુખ મોહન ભાગવત સહિત ઘણા લોકોએ મતદાન કર્યું હતુ.

આજે મહારાષ્ટ્ર ની મુંબઈ, પુણે, નાસિક, નાગપુર , અકોલા , અમરાવતી , થાણે , ઉલ્હાસનગર, સોલાપુર, અને પીપરી-ચિંચવડ ખાતે મતદાન શરૂ થઇ ગયુ હતુ.જે સાંજે 5.30 વાગ્યે પૂર્ણ થશે.

આ ચૂંટણીમાં શિવસેના અને બીજેપી અલગ અલગ ચૂંટણી લડી રહ્યા છે, આ સાથે કોંગ્રેસ, એનસીપી, એમએનએસ, અને અન્ય પાર્ટીઓ પણ મેદાનમાં છે.

બીએમસી ની 227 સીટો માટેની ચૂંટણી ની માટે ગણતરી 23 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે જે પાર્ટીઓનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે.

Latest Stories