મુસ્લીમ બાળકોને સ્કોલરશીપ આપવાના વડાપ્રધાનના નિર્ણય સામે AHPએ કર્યો વિરોધ

New Update
મુસ્લીમ બાળકોને સ્કોલરશીપ આપવાના વડાપ્રધાનના નિર્ણય સામે AHPએ કર્યો વિરોધ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇદના દિવસે જ મુસ્લીમ બાળકોને સ્કોલરશીપ આપવા માટેની જાહેરાત કરતા આંતર રાષ્ટ્રિય હિન્દુ પરિષદે તેની સામે વિરોધ ઉઠાવી તમામ ભારતીય વિદ્યાર્થીઓને પણ સ્કોલરશીપ આપવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું.

ભરૂચ ખાતે આંતરરાષ્ટ્રિય હિંન્દુ પરિષદના દક્ષિણ ગુજરાત પ્રાંતના મહામંત્રી સેજલ દેસાઇની આગેવાનીમાં અપાયેલા આ આવેદનમાં જણાવ્યા મુજબ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રમઝાન ઇદના દિવસે જ દેશના પાંચ કરોડ મુસ્લીમ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એટલે કે મફત શિક્ષણ આપવાની ઘોષણા કરી છે જે અન્યાયી છે.દેશમાં ૩૦ થી ૩૨ હજાર જેટલા હિન્દુ બાળકો પણ અભ્યાસ કરે છે.આ બાળકોને પણ મફત શિક્ષણ મળી રહે તે માટે વડાપ્રધાને સ્કોલરશીપ આપવા માટેની જાહેરાત કરવી જોઇએ તેવી માંગ આવેદનમાં કરવામાં આવી છે.

Latest Stories