મેઘરજના પીસાલ ગામે નર્મદાપાણીની પાઈપ લાઈનમાં ભંગાણ, તંત્ર નિંદ્રાધીન

New Update
મેઘરજના પીસાલ ગામે નર્મદાપાણીની પાઈપ લાઈનમાં ભંગાણ, તંત્ર નિંદ્રાધીન

અરવલ્લી જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજા વરસ્યા નથી. વરસાદ ન થવાને કારણે ખેડૂતોને સિંચાઇનું પાણી ન મળતા જગતનો તાત મુંઝવણમાં મુકાઈ ગયો છે તો બીજી બાજુ માનવીય બેદરકારીના પગલે જીલ્લામાં ઠેર ઠેર પાણીનો વેડફાટ થતા જિલ્લાવાસીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.publive-imageમેઘરજ તાલુકાના પીસાલ ગામે પ્રજાપતિ ફળીમાં એસકે.૩ યોજનાની ઘેર ઘેર કનેક્શનની પાણીની પાઈપ લાઈનમાં છેલ્લા એક માસથી ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે, જેનાથી ગામમાં પાણીના ખાબોચિયા ભરાતા અને કાદવ કીચડ થતા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થઈ છે. પાણીનો વ્યવ અટકાવવા ગ્રામજનોએ વારંવાર પંચાયતને રજુઆત કરી છે પણ તંત્રના પેટમાંથી પાણી પણ હલતુ ન હોવાથી પંચાયતના આવા મનસ્વી વલણ સામે અછતના સમયમાં પાણીનો વ્યય થતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. તંત્ર ધ્વારા તાકીદે પાણીની પાઈપ લાઈનમાં સર્જાયેલ ભંગાણનુ મરામત કરી પાણીનો વ્યય અટકાવવામાં આવે તેવી ગ્રામજનોમાં ઉગ્ર માંગ ઉઠી છે.

Latest Stories