મોરબી: સંવેદનશીલ ગામોના લોકોનું સ્થળાંતર, પૂરતી વ્યવસ્થા સાથે લોકોને ખસેડાયા

New Update
મોરબી: સંવેદનશીલ ગામોના લોકોનું સ્થળાંતર, પૂરતી વ્યવસ્થા સાથે લોકોને ખસેડાયા

મોરબીના નવલખી બંદર પર ૩૩૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અને અન્ય ૧૩૦૦ લોકોને સલામત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ જીલ્લા કલેકટર અને એસપી ની ટિમો દ્વારા તમામ સંવેદનશીલ વિસ્તારોને ચેક કરવામાં આવ્યા છે.

મોરબી જિલ્લા કલેકટર આર જે માકડીયાના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર કચ્છમાં વાયુ સાયક્લોન આગામી દસ કલાકમાં સક્રિય થવાનું છે. ત્યારે નવલખી બંદર પર બે નમ્બરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. અને તમામ લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યાવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ઝીઝુવાડા,જુમાવાડી,વર્ષામેડી,બોળકી ગામ સહિતના ૧૬૦૦ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. અને વધુમાં જિલ્લા કલેકટર આર જે માકડીયાએ જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડાના અનુસંધાનમાં ૩૯ ગામોમાં વિપરીત અસર થવાની શક્યતાઓ છે. તેવા અંદાજે ૮૬૦૯ લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. જેમાં માળીયા મિયાણાના ૩૯ પૈકી ૧૫ ગામો વધુ સંવેદનશીલ હોવાનું જાણવા મળતા તમામ લોકોને સ્થળાંતર કરી સુવિધા સાથે આશ્રય સ્થાન આપવામાં આવશે. એ ઉપરાંત ૩૬ મહિલાઓ પ્રેગનન્ટ હોય તેની વ્યવસ્થિત સારવાર મળી રહે તે માટેની આરોગ્ય વિભાગની ટિમો પણ ગોઠવી અપવામાં આવી છે.

નવલખી પોર્ટ ઓફિસર કેપ્ટન નીરજ હિરવાણીના જણાવ્યા અનુસાર નવલખી દરિયામાં જે શાંતિ છે એ તોફાન પહેલાની શાંતિ છે. અને નવલખી પોર્ટ પર તમામ સુવિધાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમજ કોલસાનું પરિવહન કરતા ટ્રકોની એન્ટ્રી પણ પોર્ટમાં બંધ કરી દેવામાં આવી છે. મિનિમમ વર્ક સ્ટાફ હાલ નવલખી પોર્ટ માં છે. જેને પણ સાંજ સુધીમાં બોલાવી લેવામાં આવશે. જેમાં ૩૦૦ મજૂરો અને ૫૦ કર્મચારીઓને હાલ નવલખી પોર્ટ પરથી રજા આપી દેવામાં આવી છે. લોકોએ વાવાઝોડા ની જે સૂચનાઓ આપી છે તેનું કડક પાલન કરવાનું છે. અને લોકો પોતાના પાકા મકાનોમાં રહે અને પરિવારને સુરક્ષિત રાખે તેવી અપીલ કરી છે.

Latest Stories