રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ગુજરાત લાયન્સની ટીમ અને પુણેની ટીમ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ ખેલાશે. બંને ટીમના પ્લેયર્સ દ્વારા પ્રેકટીસ કરવામાં આવી હતી. આજની મેચ બંને ટીમ માટે મરણીયા જંગ સમાન છે,કારણ કે બંને ટીમ છેલ્લા બે – બે મેચ હારી ચુકી છે.

ટીમ પુણે અત્યાર સુધી ત્રણ મેચ રમી ચુકી છે. જેમાંથી બે મેચ ટીમ પુણે ખરાબ રીતે હારી છે. જ્યારે માત્ર એક જ મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે જીતી છે.

unnamed (3)

જ્યારે ગુજરાત લાયન્સની ટીમ અત્યાર સુધીમાં બે મેચ રમી ચુકી છે. જેમાં બંને મેચમાં તેનો પરાજય થયો હતો.

ગુજરાત  લાયન્સના ઓલરાઉન્ડર પ્લેયર રવિન્દ્ર જાડેજા પણ આજની મેચમાં કમબેક કરશે. ત્યારે એક વાત તો નક્કી છે કે જાડેજાના લોકલ સપોર્ટ અને અનુભવનો ફાયદો ટીમને  મળશે. જ્યારે ધોની, સ્મિથ અને અંજીક્ય રહાણેની જોડી ટીમ પુણે માટે કેટલી કમાલ કરે છે તે જોવુ મહત્વનુ બની રહેશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here