રાજકોટમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની ધોનીના ફ્રેન્ડસ એક ઝલક મેળવીને થયા આનંદિત

0

રાજકોટમાં ખંઢેરી સ્ટેડિયમ ખાતે તારીખ 14મી ના રોજ ગુજરાત લાયન્સની ટીમ અને પુણેની ટીમ વચ્ચે IPL નો જંગ ખેલાશે. ત્યારે બંને ટીમના પ્લેયરોનું એરપોર્ટ પર આગમન થયુ હતુ.

ટીમ પુણેના કપ્તાન પદેથી મહેન્દ્રસિંહ ધોનીને હટાવ્યા બાદ સતત ટીમ પુણે ખરાબ પ્રદર્શન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ત્રણ મેચ પૈકી માત્ર એક જ મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે ટીમ પુણે જીતી છે. ત્યારે છેલ્લી બે મેચ જે દિલ્હી ડેર ડેવિલ્સ સામે અને કિંગ્સ ઈલેવન પંજાબ સામે ખરાબ પ્રદર્શનના કારણે હાર ભોગવી ચુકી છે.

તારીખ 12મી ની રાત્રીએ ટીમ પુણે રાજકોટના એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. જેમાં ટીમ પુણેના તમામ  ખેલાડીઓ આવ્યા હતા. જો કે મહેન્દ્રસિંહ ધોની ના આગમનથી રાજકોટના ક્રિકેટ પ્રેમીઓ આનંદિત થઇ ગયા હતા,અને ધોનીએ પણ ચાહકોનું અભિવાદન ઝીલ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here