Top
Connect Gujarat

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે 26 લાખનાં વિદેશી શરાબ સાથે બે શખ્સોની કરી ધરપકડ

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે 26 લાખનાં વિદેશી શરાબ સાથે બે શખ્સોની કરી ધરપકડ
X

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વિદેશી શરાબ ભરેલી ટ્રક સાથે બે શખ્સોની ધરપકડ કરીને રૂપિયા 26 લાખનો દારૂ જપ્ત કર્યો હતો.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમને રાજકોટનાં તરઘડીયા પાસેથી પસાર થઈ રહેલા ટ્રકને રોકતા પોલીસને તેમાંથી 26 લાખની કિમંતનો દારૂ મળી આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચના પી.એસ. આઈ અતુલ સોનારા અને તેમની ટીમ દ્વારા બાતમીનાં આધારે હરિયાણાથી વિદેશી દારૂ ભરીને આવતી ટ્રકને ઝડપી પાડી હતી, અને ટ્રકમાં તલાશી લેતા મગફળીના બિયારણની નીચે દાટેલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી ટ્રકના ડ્રાઈવર ઇસરાઇલ યાસીનખાન અને કલીનર ઇદ્રીશ હનીફ ખાનની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી. જેમાં પુછપરછમાં બંને શખ્સોએ પકડાયેલ જથ્થો ગુડગાંવથી પપ્પુ નામના સપ્લાયરે મોકલ્યાનું જણાવ્યુ હતુ. તો રાજકોટ પહોંચ્યા બાદ નવી આપવામાં આવનાર સુચના બાદ અનુસરવાનુ જણાવ્યુ હતુ.

ટ્રક ચાલક અને ક્લિનરની વધુ પુછપરછ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે, અને આ શરાબનો જથ્થો રાજકોટનાં કયા બુટલેગરને પહોંચાડવાનો હતો તે અંગેની તપાસ પણ પોલીસ ચલાવી રહી છે.

Next Story
Share it