રાજકોટ : ગોંડલ હાઇવે પર ગેસના બાટલા ભરેલ ટ્રકમાં લાગી આગ

New Update
રાજકોટ : ગોંડલ હાઇવે પર ગેસના બાટલા ભરેલ ટ્રકમાં લાગી આગ

ઉનાળાની ઋતુમાં ગરમીના કારણે વાહનોમાં શોટ સર્કિટ થવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે રાજકોટ ગોંડલ હાઇવે પર શાપર નજીક ગેસના બાટલા ભરેલા ટ્રકમાં આગ લાગયાનો બનાવ સામે આવ્યો હતો.

ટ્રકના કેબિનના ભાગમાં આગ લાગતા ટ્રકને રસ્તાથી નીચે ઉતારી લેવામાં આવ્યો હતો. તો સાથેજ ડ્રાઈવર કે ક્લીનરને કોઈ ઇજા પહોંચી નહોતી. બીજી તરફ ડ્રાઈવરે સમય સુચકતા દાખવતા ફાયર બ્રિગેડને જાણ કરતા રાજકોટ અને શાપર વેરાવળની ફાયર ટિમ ઘટના સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી હતી. જોગાનું જોગ આગ ગેસના બાટલા સુધી ન પહોંચતા મોટી જાનહાની થતા અટકી હતી.

Latest Stories