/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/maxresdefault-46.jpg)
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ તેમજ જુદી જુદી ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા જીએસટીના ફોર્મ ફિલઅપનાં વિરોધમાં રેલી કાઢવામાં આવી હતી.
ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ શિવલાલ બારસીયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે ચેમ્બર ઓફ કોમર્સ જીએસટીનો વિરોધ નથી કરી રહ્યા. પરંતુ જીએસટી પાછળની જે લાંબી ગુંચવણ ભરી પ્રક્રિયા છે તેનો વિરોધ કરી રહ્યા છે. કારણ કે જીએસટીનાં અમલ બાદ એક મહિનામાં ત્રણ ફોર્મ ભરવાની વેપારીને ફરજ પડી રહી છે. જે એકદમ કંટાળાજનક પ્રક્રિયા હોવાનું જણાવ્યુ હતુ.
વધુમાં જીએસટીની રીટર્ન પ્રક્રિયામાં ક્રેડિટ અને ટેક્ષીસને લઈ ઘણા પ્રશ્નો હજુ પણ ઉદ્દભવી રહ્યા છે.
જોકે નાણાંમંત્રી અરૂણ જેટલી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં જુલાઈ માસના રીટર્નના ફોર્મ ફિલ અપની મુદત પણ વધારવામાં આવી છે. અને જીએસટીઆર -1 માટે 10 ઓક્ટોબર, જીએસટીઆર -2 માટે 31 ઓકટોબર, જીએસટીઆર -3 માટે 10 નવેમ્બર સુધીની મુદત આપવામાં આવી છે.