Connect Gujarat
ગુજરાત

રાજકોટ જિલ્લાના ૪ તાલુકાના ૩૩૨૬ લોકોનું કરવામાં આવ્યુ સ્થળાંતર : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

રાજકોટ જિલ્લાના ૪ તાલુકાના ૩૩૨૬ લોકોનું કરવામાં આવ્યુ સ્થળાંતર : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
X

વાયુવાવાઝોડાને પગલે રાજકોટ જિલ્લાના જુદા જુદા તાલુકાના નીચાણ વાળા ગામો માંથી લોકોને સ્થળાંતરીત કરવામા આવી રહ્યા છે.

આ અંગે રાજકોટમા રાજ્યના કતેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાના ૪ તાલુકાના ૩૩૨૬ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમા ગોંડલ તાલુકાના ૯ ગામોના ૪૬૭ વ્યક્તિ, જેતપુર તાલુકાના ૧૧ ગામોના ૪૮૪ વ્યક્તિ, ધોરાજી તાલુકાના ૭ ગામોના ૮૫૭ વ્યક્તિ જ્યારે ઉપલેટના ૨૫ ગામોના ૧૧૯૦ વ્યક્તિનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અંદાજીત ૫૫ જેટલી સરકારી શાળામાં સ્થળાંતર કરવામાં આવેલ વ્યક્તિઓને આશ્રય આપવામાં આવ્યો છે. તેમજ તેમના માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Next Story