/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/sddefault-9.jpg)
વર્ષ 2015માં શરૂ થયેલી શૌચાલય બનાવવાની યોજનાને ભાજપનાં જ સત્તાધિશો ઘોળીને પી ગયા
કેન્દ્ર સરકાર દ્વરા સ્વચ્છ ભારત અભિયાય શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ ક્યાંક ભાજપનાં જ સત્તાધિશોએ કાચુ કાપ્યું હોય તેવું સામે આવી રહ્યું છે. અભિયાન અંતર્ગત ચલાવવામાં આવતા શૌચાલયની કામગીરીમાં રાજુલા પાલિકામાં પણ વ્યાપક ભષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે. અમરેલી જીલ્લાની રાજુલા નગરપાલિકામાં આ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. વર્ષ ૨૦૧૫માં ભાજપ શાસિત નગરપાલિકાના સતાધીશોએ શૌચાલય બવાનનામાં કૌભાંડ કર્યું હોવાનો પાલિકામાં સત્તા પરિવર્તન થતાં કોંગ્રેસે પર્દાફાશ કર્યો છે.
અમરેલી જીલ્લાની રાજુલા નગરપાલિકા. હાલમાં જ રાજુલા નગરપાલિકામાં કોંગ્રેસે પોતાનો કબજો જમાવ્યો છે. અત્યારસુધીમાં અહીં ભાજપનું શાસન હતું. બાદમાં તાજેતરમાં જ યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે રાજુલા નગર પાલિકા કબજે કરી છે. ત્યારે વર્ષ ૨૦૧૫માં ભાજપના સતાધીશોએ શૌચાલય કૌભાંડનો આચર્યું હોવાનું હાલના કોંગ્રેસ સતાધીશોએ શોધી કાઢ્યું છે. પાલિકા વિસ્તારમાં કુલ ૨૧૭૪ જેલા શૌચાલયો વર્ષ ૨૦૧૫ માં બનવામાં આવ્યા હતા. જેમાંથી હાલના સતાધીશોએ ફક્ત ૨૬૦ સૌચાલ્યો અંગે ખરાઈ કરતા ૧૦૫ શૌચાલયોમાં એક જ વ્યક્તિના નામે ત્રણ ત્રણ ચાર ચાર સૈચાલ્યો બનાવી નાખ્યા હોવાની વિગતો સામે આવી છે. જેની વાત વર્તમાન પાલિકાનાં સભ્યો કરી રહ્યા છે.