રાજુલાના ગરીબ વિદ્યાર્થિએ બનાવ્યો અનોખો રોબોટ

New Update
રાજુલાના ગરીબ વિદ્યાર્થિએ બનાવ્યો અનોખો રોબોટ

રાજુલાના ગરીબ ખેડૂતના ઈજનેર દીકરાએ આધુનિક ટેક્નિક અને પોતાની સુજ બૂજથી બોરવેલ માંથી બાળકને જીવિત બહાર કાઢી શકાય તેવો રોબોટ વિકસાવ્યો છે .નાના એવા રાજુલામાં ખેતી કરતા આ યુવાને ઈજનેરનો અભ્યાસ કર્યો છે અને પોતાના સેલ ફોનથી ગમે તેવા ઊંડા બોરવેલ અંદર ખાબકેલ બાળકને રોબોટની મદદ વડે બહાર કાઢી શકાય તેમ છે જે ટેક્નિક અતિ આધુનિક છે અને આ મહેશ આહીર નામના ઇન્જેરે રાજુલામાં રહી પોતાની કોઠા સુજથી વિકસાવી છે ત્યારે દિલ્હી પ્રધાનમંત્રી કાર્યાલયેથી મહેશ ને તેંડુ આવી ગયું છે.

રાજુલામાં રહી નાની એવી ખેતી ધરાવતા ઉકાભાઈ આહીરના દીકરા મહેશ આહીરે આધુનિક રોબોટ બનાવી સૌને દ્વિધામાં મૂકી દીધા છે વ્યવસાયે ખેતી કરી મહેશ હાલ ઈજનેર બન્યો છે અને મહેશ આહીર દ્વારા આ રોબોટની શોધ થઈ છે ત્યારે મહેશના જણાવ્યા મુજબ તે સતત મીડિયામાં જુતો કે બાળક બોરવેલમાં અજાણતા પડી જાય તો બાર બાર કલાકના રેસ્કયુ બાદ પણ તેને બોરવેલ માંથી જીવિત બહાર નથી કાઢી શકાતું જેથી તમેને પોતાની સુજ બૂજથી અતિ આધુનિક બોરવેલ રોબોટ વિકસાવ્યો છે જે પોતાના ફોનથી સંપૂર્ણ ઓપરેટ થાય છે અને છેક બોરવેલ ના તળિયા સુધી તેમાં ચોખ્ખું જોઈ શકાય છે અને બાળક ની હલન ચલનની મૂંમેન્ટના આધારે બાળકને બોરવેલ માંથી સેઇફ રીતે રેસ્કયુ તુરંત કરી શકાય નું મહેશ જણાવે છે.

મહેશ આહીર 27 તારીખે પ્રધાનમંત્રી કાર્યાલયે દિલ્હી જાય છે ને પ્રધાનમંત્રી મોદીને મળીને આધુનિક રોબોટ વિશે માહિતગાર કરશે ત્યારે મહેશ આહીર નાં પિતા સામાન્ય ખેડૂત છે અને મહેશ ને તેમને ખેતી કરતા કરતા ઈજનેર બનાવ્યો છે જેથી તેમને ગૌરવ છે ત્યારે મહેશ ના પિતા ઉકાભાઈ જણાવે છે કે મહેશ ને અતિ શોખ હતો અને તેમેન દિવસ રાત મહેનત કરી આ બોરવેલ માંથી સેઇફ રીતે બાળકને બહાર કાઢી શકાય તેવો રોબોટ વિકસાવ્યો છે જેમાં દિવસ રાત તેમણે મહેનત કરી છે જે રોબોટ થી બાળકને આરામથી બહાર કાઢી શકાય છે.

રાજુલા ના યુવક મહેશને જેણે દિવસ રાત્રી મદદ કરી છે તે સંજય મકવાણા આ ઈજનેર મહેશ આહીરનો મિત્ર છે અને તે જણાવે છે કે આ મીડિયામાં અમે નિહાળતા અને રોજ બરોજ બોરવેલમાં બાળકો પડી જતાની ઘટના બનતી જેથી મહેશ દ્વારા તેમની ટેક્નિકથી ઓક્સિજન બોરવેલ માં મળે સાથે સાથે બોરવેલ માં પડેલ બાળક આડુ કે ઊંધું હોય તો પણ આ રોબોટ સિદ્ધુ કરી તેને બહાર ખેંચી લાવે તેવી ક્ષમતા ધરાવે છે.

આવો અતિ આધુનિક રોબોટ વિકસાવીને રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર પાસે ડેમો કર્યોને આખા રોબોટ વિશે ધારાસભ્ય દેરને માહિતગાર કર્યા હતા ને ધારાસભ્ય ડેર દ્વારા સરકારમાં આ રોબોટ વિષે વિસ્તૃત ચર્ચા કરીને દેશ લેવેલે રોબોટ પહોંચે તેવી આશાઓ વ્યક્ત કરી હતી.

Latest Stories