રાજુ રંગીલા ફિલ્મમાં ટ્રીપલ રોલમાં જોવા મળશે ગોવિંદા 

New Update
રાજુ રંગીલા ફિલ્મમાં ટ્રીપલ રોલમાં જોવા મળશે ગોવિંદા 

પોતાની આગામી ફિલ્મ ફ્રાય ડેથી ચર્ચામાં આવેલા અભિનેતા ગોવિંદાએ પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી છે. રાજુ રંગીલા નામની ફિલ્મમાં ગોવિંદા ત્રણ વિવિધ કિરદારોને ન્યાય આપશે.

સિલ્વર સ્ક્રીન પર વિવિધ ભૂમિકાઓને એક જ સમયે ન્યાય આપવા માટે ગોવિંદા જાણીતો છે. ફિલ્મનું નિર્માણ પહલાજ નિહલાની કરવાના છે. ફિલ્મ આંખેની સફળતા બાદ ગોવિંદા અને પહલાજ નિહલાનીની જોડી ફરી એકવાર ધમાલ મચાવવા આવી રહી છે.

આ વખતે પહલાજ પોતે નિર્માણ સાથે ફિલ્મનું દિગ્દર્શન પણ કરવાનો છે. આ ફિલ્મમાં એક નવોદિત ચહેરાને ગોવિંદા સાથે લોન્ચ કરાશે એમ પહલાજ નિહલાનીએ જણાવ્યું હતું

Latest Stories