New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/nitinpatel-1470111754.jpg)
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ તેમજ ફિક્સ પગાર ધરાવતા સરકારી કર્મચારીઓનાં વેતનમાં વધારો કરવાની જાહેરાત રાજ્યનાં નાયબ મુખ્યમંત્રીએ સીએમ વિજય રૂપાણીનાં જન્મદિન પ્રસંગે કરી હતી.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ હેઠળ કાર્યરત 6 સરકારી વીજ કંપનીના 48000 કર્મચારીઓ અને અધિકારીઓને સાતમાં પગાર પંચ પ્રમાણે વેતન આપવામાં આવશે તેવી જાહેરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિવસે સરકારે આ જાહેરાત કરીને કર્મચારીઓને ભેટ આપી હતી.
નીતિન પટેલે જાહેરાત કરી હતી કે 1 ઓગષ્ટ થી રોકડમાં આ લાભ આપવામાં આવશે. અને જાન્યુઆરી 2016 થી જુલાઈ 2017 સુધીનું એરિયર્સ કર્મચારીઓ ને હપ્તામાં ચુકવાશે. સરકારના આ નિર્ણયથી સરકારી તિજોરીને 550 થી 600 કરોડ રૂપિયાનો બોજ પડશે તેમ જાણવા મળ્યુ છે.
Latest Stories