રાજ્યના ૧૫ જિલ્લાઓમાં ૧૦ વર્ષ સુધીના ગુમ બાળકો શોધી કાઢવાનો એકપણ કિસ્સો પેન્ડીંગ નથી : પ્રદિપસિંહ જાડેજા

New Update
રાજ્યના ૧૫ જિલ્લાઓમાં ૧૦ વર્ષ સુધીના ગુમ બાળકો શોધી કાઢવાનો એકપણ કિસ્સો પેન્ડીંગ નથી : પ્રદિપસિંહ જાડેજા

રાજ્યના ગુમ થતા બાળકોના કિસ્સાઓમાં મોટાભાગે ૧૪ થી ૧૮ વર્ષની વય જૂથમાં વધારે બનતા હોવા સાથે તે મહદઅંશે પ્રેમ પ્રકરણ સાથે સંકળાયેલા હોવાનું ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિહ જાડેજાએ જણાવ્યું હતું. રાજયમાં ગુમ થતા બાળકો અંગે ગૃહમાં પ્રશ્નના પ્રત્યુત્તરમાં વધુ વિગતો આપતા ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં બાળકોને વેચીને તેમના શારીરિક અવયવો કાઢી લેવાનો એકપણ કિસ્સો રાજ્ય સરકારની સતર્કતા,પોલીસ તંત્રની સક્રિયતાના કારણે બનવા પામેલ નથી.

૩૧-૫-૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં ૧૦ વર્ષે સુધીના ૨૧, ૧૦ થી ૧૪ વર્ષે સુધીના ૪૯ તથા ૧૪ થી ૧૮ વર્ષ સુધીના ૨૮૬ બાળકો ગુમ થયા હતા. જે પૈકી ૧૦ વર્ષ સુધીના ૧૬, ૧૦ થી ૧૪ વર્ષના ૪૦ તથા ૧૪ થી ૧૮ વર્ષની વય જુથમાં ૨૨૧ બાળકો પરત મળી આવેલ છે.

ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજયમાં આણંદ, નર્મદા, ભાવનગર, બોટાદ, અમરેલી, તાપી, ગીર સોમનાથ, ડાંગ, દાહોદ, વડોદરા ગ્રામ્ય, સુરેન્દ્રનગર, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને કચ્છ એમ કુલ ૧૫ જિલ્લામાં ૧૦ વર્ષ સુધીના ગુમ થયેલાનો એકપણ કિસ્સો પેન્ડીંગ નથી. રાજ્યમાં જાન્યુઆરી ૨૦૦૭થી મે -૨૦૧૯ સુધીમાં ૧૮ વર્ષ સુધીના ગુમ થયેલા ૪૨,૮૯૯ કિસ્સાઓ પૈકી ૪૦,૧૦૮ બાળકો પરત મળી આવેલ છે. એટલે કે, બાળકો શોધી કાઢવાની ટકાવારી ૯૩ ટકાથી વધુ રહી છે.

ગૃહ રાજ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ૩૧મી મે, ૨૦૧૭ની સ્થિતિએ રાજયમાં ૩,૨૬૨ બાળકો શોધવાના બાકી હતા. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૨ વર્ષમાં કુલ ૧૫ વાર વિશેષ ડ્રાઇવ યોજીને ૧,૨૧૫ ગુમ બાળકોને શોધી કાઢ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સહયોગથી ગુમ થયેલા બાળકોને શોધી કાઢવા માટે ઓપરેશન સ્માઇલ અને ઓપરેશન મુસ્કાન હેઠળ રાજ્યમાં સમયાંતરે ડ્રાઇવ યોજીને ગુમ બાળકોની ભાળ મેળવવાની કામગીરી હાથ ધરી ઓપરેશન સ્માઇલ અને ઓપરેશન મુસ્કાન હેઠળ તા.૧-૬-૧૭ થી તા. ૩૧-૫-૧૯ દરમ્યાન રાજ્યમાંથી ગુમ થયેલા ૬૧૪ જેટલા બાળકોને શોધી કાઢવામાં આવ્યા હતા. પરત નથી મળી આવ્યા તેવા બાળકોના કિસ્સાઓમાં રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પોલીસ અધિકારીઓની ટીમ બનાવી બાળ સુરક્ષા એકમ અને જિલ્લાની એન.જી.ઓ. સાથે મળીને ડ્રાઇવ યોજી બાળકોની એન્ટ્રી પોર્ટલ ઉપર કરીને બાળકોના ફોટા તથા વર્ણન મીડિયામાં પ્રસિધ્ધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોવાનું ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું.

Latest Stories