/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/02/New-Fake-1000-Rupees-Note-Going-Viral-on-Websites.jpg)
8 નવેમ્બરના રોજ ભારતીય ચલણ માંથી રૂપિયા 1000 અને 500નો નોટ બંધ કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ રૂપિયા 500ની નવી નોટ ચલણમાં આવી છે અને હવે 1000ની નવી નોટ પણ આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આરબીઆઇ દ્વારા રૂ 1000 ની નવી નોટને પાછી લાવવા અંગેનો તેમજ તેને વ્યવસ્થિત રીતે બજારમાં સર્ક્યુલેટ કરવા માટેનો પ્લાન બનાવી દેવામાં આવ્યો છે.
આરબીઆઇના એક અધિકારીના જણાવ્યા અનુસાર રૂ 1000 ની નવી નોટને છાપવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે પરંતુ ઓફિસિયલ રીતે તેને ક્યારે બજારમાં મુકવામાં આવશે તે હજી સુધી નક્કી કરવામાં આવ્યુ નથી. જો કે રૂ 1000 ની નોટને જાન્યુઆરીમાં લાગુ કરવાનું નક્કી કરાયુ હતુ પરંતુ રૂ 500 ની નોટના સપ્લાય ને કારણે તેને પાછળ ઠેલવામાં આવ્યુ છે.
જો રૂ 1000 ની નોટ ઇસ્યુ કરવામાં આવશે તો રૂ 2000 ની નોટ પર ચાલતા વ્યવહારોમાં સરળતા રહેશે.હવે એ જોવું રહ્યું આ નોટ ક્યારે અને કેવા નવા ફીચર્સ સાથે બહાર પાડવામાં આવશે.