લંડનમાં બ્રિટિશ સંસદની બહાર આતંકવાદી હુમલો , પાંચના મોત

New Update
લંડનમાં બ્રિટિશ સંસદની બહાર આતંકવાદી હુમલો , પાંચના મોત

બ્રિટનની રાજધાની લંડનમાં સંસદની પાસે આતંકવાદીઓ દ્વારા હુમલો થયો હતો, જેમાં એક પોલીસકર્મી સહિત 5 લોકો મુત્યુ પામ્યા હતા, અને તેમાં 40 થી વધારે લોકો ઘાયલ થયા હતા,પોલીસ કર્મી દ્રારા એક આતંકવાદી ને ઠાર કરવામાં આવ્યો હતો.

unnamed (1)

જાણવા મળ્યા મુજબ આંતકવાદી દ્રારા બ્રિટન સંસદની દીવાલ પર બે વાર ફાયરિંગ થયુ હોવાનીની વિગતો મળી હતી ફાયરિગ થયા બાદ હાઉસ ઓફ કોમન સેશનને સસ્પેન્ડ કરી દેવાની કામગીરી તરત હાથ ધરવામાં આવી હતી, અને બીજી બાજુ વેસ્ટ મિન્સ્ટર રાજ મહેલ બંધ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

unnamed

આ ઘટના સંસદ નજીક વેસ્ટ મિન્સ્ટર બ્રિજ ઉપર થઈ હતી.જેમાં પોલીસ દ્રારા સંસદીય ઇમારતને ઘેરી લેવામાં આવી હતી અને પછી પોલીસકર્મી દ્રારા આંતકવાદીઓને મોત ને ઘાટ ઉતારવામાં આવ્યા હતા, જેમાં 5 જેટલા વ્યક્તિઓ મુત્યુ પામ્યા હતા, અને 12 થી વધારે લોકો ઘાયલ થયા છે. જયારે ઘટના સ્થળે એમ્બ્યુલન્સની મદદ થી ઘાયલ થયેલા વ્યક્તિ ને સારવાર હેઠળ મોકલી આપવામાં આવ્યા હતા

Latest Stories