લોકશાહીની તંદુરસ્તી સાચવવા જાતે મતદાન કરીએ અને સહુને મતદાન કરવાની પ્રેરણા આપીએ: જિલ્લા ચૂંટણી અધિકારી

New Update
લોકશાહીની તંદુરસ્તી સાચવવા જાતે મતદાન કરીએ અને સહુને મતદાન કરવાની પ્રેરણા આપીએ: જિલ્લા ચૂંટણી અધિકારી

જિલ્લા ચૂંટણી અધિકારી ડો.શાલિની અગ્રવાલ આજે કાશીબા બાળ રોગ હોસ્પિટલ ખાતે આઈ એમ એ આયોજિત વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીમાં જોડાયા હતા અને સહુના આરોગ્યની રક્ષાની સાથે લોકતંત્ર ની તંદુરસ્તી સાચવવા તબીબો અને આરોગ્ય કર્મચારીઓ મતદાન અવશ્ય કરે એવો પ્રેરક સંદેશ આપ્યો હતો.તેમણે ચૂંટણી માટે તંત્ર દ્વારા કેટલી જહેમત ઉઠાવી ને ખૂબ વ્યાપક પ્રબંધો કરે છે. એની જાણકારી આપવાની સાથે એકે એકે મતની અગત્યતા વિવિધ દાખલાઓ ટાંકીને સમજાવી હતી.સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની સમજણ આપી હતી અને ૨૩ મી એપ્રિલે લોકસભા ચુનાવો માટે અવશ્ય મતદાન કરવા તૈયાર રહેવા ખાસ અનુરોધ કર્યો હતો.

શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે હું એવા પરિવારમાં થી આવું છું જેના મોટાભાગના સદસ્યો તબીબો છે એટલે તબીબોને મળું છું. ત્યારે પરિવારને મળવાનો ભાવ અનુભવું છું.આ એક ઉમદા માનવીય વ્યસાય છે.તબીબ એ હાજરાહજૂર ઈશ્વર છે.માનવ વિકાસ સુચકાંકની જાળવણીમાં તેમનો અગત્યનો રોલ છે.કુપોષણ નિવારણમાં તબીબો સહયોગી બને એવો ખાસ અનુરોધ કરતાં તેમણે જણાવ્યું કે એથીકલ વોટિંગ તંદુરસ્તીની કાળજી લેવા જેટલું જ અગત્યનું છે.ભારતના બંધારણે સહુને એક સરખો શક્તિશાળી અધિકાર આપે છે.મત આપી આપણે આપણો પ્રતિનિધિ નક્કી કરીએ છે.કોઈ ઉમેદવાર ના ગમે તો હવે નોટા નો વિકલ્પ છે. એક મત ચિત્ર બદલી શકે છે.એટલે કોઈ પણ બહાનું આગળ ધર્યા વગર મતદાન અવશ્ય કરો.

મતદાન એ બંધારણીય અધિકાર છે તો લોકશાહી પ્રત્યેનું કર્તવ્ય પણ છે.ચૂંટણી તંત્ર દિવ્યાંગો સહિત તમામ મતદાન કરે એની સરળતા કરી આપવા કટિબદ્ધ છે. ત્યારે બૌદ્ધિક સમુદાય તરીકે સમાજ જીવનમાં જેની આગવી પ્રતિષ્ઠા છે તેવી તબીબી આલમ અને આરોગ્ય કર્મચારીઓ અચૂક મતદાનનું વાતાવરણ સર્જવામાં મદદરૂપ બને એવો અનુરોધ કર્યો હતો.

તેમણે જણાવ્યું કે EVM સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ અશક્ય છે.એટલે EVM તમારી પસંદગીના ઉમેદવારને જ મત મળ્યાની ખાતરી આપે છે અને VVPET એને પુરવાર કરે છે.ચૂંટણી ભારતના નિર્વાચન આયોગે નિમેલા નિરીક્ષકોની બાજ નજર હેઠળ થાય છે. એટલે તંત્ર પર વિશ્વાસ રાખી લોકશાહીના આરોગ્ય ની કાળજી માટે મતદાન કરો અને કરાવો.

તેમને મતદાર તરીકે ઓનલાઈન નોંધણીની સુવિધા,હેલ્પ લાઇન 1950 ની મદદ,નિર્ભય મતદાન માટેની સુરક્ષા વ્યવસ્થા સહિતની બાબતો ની વિગતવાર જાણકારી આપી હતી અને સહુને મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી ડો.જગદીશ પટેલે સંસ્થાની પ્રવૃતિઓની જાણકારી આપી હતી.આઈ એમ એ ના અધ્યક્ષ ડો.યતીશ શાહે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવણીની અગત્યતા સમજાવી હતી.ડો.સુધીર જોશીએ અચૂક મતદાનના શપથ લેવડાવ્યા હતા

Latest Stories