/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/8e0e7d9f-1114-4a4c-bc68-300faf0dc0bd.jpg)
વડોદરાનાં ફાજલપુર ગામ પાસે રેતી ભરીને જતા ડમ્પરની અટફેટે યુવાનનું મોત નિપજ્યું હતું. જેના કારણે રોષે ભરાયેલા લોકોએ ૧૦ જેટલા વાહનોને આગ ચાંપી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પરંતુ જ્યાં સુધી ડમ્પર ચાલક નહીં પકડાય ત્યાં સુધી લાશ નહીં ઉઠાવવાની ચિમકી સ્થાનિક લોકોએ ઉચ્ચારી હતી. અકસ્માત સ્થળે જ તંબુ બાંધી મૃતકનાં પરિવારજનો બેસી જતાં લાશ નહીં સ્વીકારવાનો નિર્ણય લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર નજીક આવેલા ફાજલપુર ગામ પાસે મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન ચાલે છે. આ સમયે રેતી ભરીને જઇ રહેલા એક ડમ્પર ચાલકે નોકરી પર જતા બાઇક ચાલક ભરતભાઇ ગોહિલને ટક્કર મારતાં ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ ડમ્પરચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/05/Baroda-Dumper-1.jpg)
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ ડમ્પર, ટ્રક અને ૩ જેસીબીમાં આગ ચાંપી દીધી હતી. મૃતકનાં પરિવારે લાસ નહીં ખસેડવાનો નિર્ણય લેતાં 7 કલાકથી મૃતદેહ રઝળતો રહ્યો. પોલીસે પરિવાર જનો સાથે વાટાઘાટો કરી છતાં કોઇ નિકાલ આવ્યો નહોતો. પરિવારજનો ડમ્પરનાં ચાલકની ધરપકડની માંગ કરી રહ્યા છે. પરિવાર જનોએ અકસ્માત સ્થળે તંબુ બાંધી મૃતકની લાસ નહીં ખસેડવા નિર્ણય લીધો હતો. સાથે જ ગ્રામજનોએ રસ્તા પર ચક્કાજામ કરીને ખનન સાઇટ પર તોડફોડ કરી હતી.