વડોદરા જાહેર માર્ગ પરથી મોડેલિંગ કરતી યુવતીનો મળ્યો મૃતદેહ : મોતનું રહસ્ય અકબંધ •

New Update
વડોદરા જાહેર માર્ગ પરથી મોડેલિંગ કરતી યુવતીનો મળ્યો મૃતદેહ : મોતનું રહસ્ય અકબંધ •

યુવતીને મારીને નાખી દીધી હોય એવું પ્રાથમિક અનુમાન

વડોદરાના અટલાદરમાં જાહેર રોડ પરથી મોડેલિંગ કરતી યુવતીનો મૃતદેહ મળી આવવાની ઘટના બનવા પામી છે. યુવતીના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. જેના કારણે પોલીસને યુવતીની હત્યા કરાઇ હોવાનું અનુમાન લગાવી રહી છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને યુવતીના મૃતદેહને PM માટે મોકલી દીધો છે.

publive-image

યુવતીનો મૃતદેહ મલવાની ઘટનામાં વડોદરાના અક્ષરચોક પાસે આવેલા રિલાયન્સ મોલની પાછળ થી આ યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. યુવતીના શરીર પર ઇજાના નિશાન હોવાથી યુવતીની હત્યા થઇ હોવાની આશંકા સેવાઇ રહી છે. પોલીસને યુવતીનું નામ પ્રાચી મોરિયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં પોલીસ યુવતીને મારીને નાખી દીધી હોય એવું પ્રાથમિક અનુમાન લગાવી રહી છે.

publive-image

પોલીસની વધુ પુછતાછ દરમિયાન આ મોડેલિંગ કરતી યુવતી ખંભાતથી પોતાનો શો પુરી કરીને ૧ વાગે ઘરે આવતી હતી. તેની સાથે અંકિત નામનો મિત્ર પણ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આ દિશામાં કાર્યવાહી કરીને અંકિત નામના યુવકની પણ અટકાયત કરી યુવતીના મોત્નું રહસ્ય ઉકેલવા કવાયત હાથ ધરી છે.

Latest Stories