વલસાડના કલેક્ટર બન્યા "નાયક": પ્રિ મોન્સુન કામગીરીમાં લીધો કર્મચારીઓનો ઉધડો

New Update
વલસાડના કલેક્ટર બન્યા "નાયક": પ્રિ મોન્સુન કામગીરીમાં લીધો કર્મચારીઓનો ઉધડો

વલસાડ કલેકટરની પ્રિ.મોનસુન કામગીરીમાં નાયક ફિલ્મના દ્રશ્યો સર્જાયા. જિલ્લા કલેક્ટરે તમામ અધિકારીઓનો કામમાં નિષ્ક્રિયતા બાબતે લીધો ઉઘડો.

વલસાડ જિલ્લા કલેકટર સી.આર. ખરસાણ આજરોજ પ્રિ.મોન્સુન કામગીરીનું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા. તે દમિયાન વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટરો પર થયેલા ગેરકાયદે બાંધકામો ને જે.સી.બી. થી તોડી પડાયા હતા. અને કચરા થી ચોકપ થઈ ગયેલી ગટરોને પણ જાતે ઉભા રહી સાફ કરાવી હતી. આ સાથે જવાબદાર અધિકારીઓને પણ આડે હાથ લીધા હતા. અને જણાવ્યું હતું કે, જો બે દિવસની અંદર આ વરસાદી પાણીના નિકાલ માટેની ગટરો સાફ નહિ થાય તો તે અધિકારીઓને કડક માં કડક કાર્યવાહી કરી તેના વિરૂદ્ધ નોટીશ ફટકારવાનો હુકમ કર્યો હતો.

વલસાડ જિલ્લા કલેકટરની આ કામગીરી થી કેટલાક જવાબદાર અધિકારીઓ ફફડી ઊઠયા હતા. અને તાત્કાલિક યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જિલ્લા કલેકટરની આવી કામગીરી જોઈને સ્થળ પર અનીલ કપૂરની નાયક ફિલ્મના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં અધિકારીઓ પોતાનું કામ સમયસર પૂરું નથી કરતા તેવા અધિકારીઓ ને ફરજ મોકૂફ કરવામાં આવે છે. તે રીતે વલસાડના અધિકારીઓને પણ કામ સમયસર પૂરું ના કરે તો તેના પર કાયદાકીય કાર્યવાહી કરી નક્કરપગલાં લેવા માટેનો હુકમ કર્યો હતો. અને આ સાથે કેટલા કોન્ટ્રાકટરો તેમજ કર્મચારીઓને બોલાવી ખુલ્લે આમ ખખડાવ્યા હતા. વલસાડ માં પ્રથમ વખત કલેકટર કક્ષાના અધિકારીએ રસ્તા પર ઉતરી આવી સરાહનીય કામગીરી કરતા તંત્ર દોડતું થઇ ગયું હતું. અને ભૂગર્ભમાં ઊતરી ગયેલ કોન્ટ્રાકટર અને કર્મચારીઓને સ્થળ પર બોલાવી ઉભા પગે કામગીરી શરૂ કરાવી હતી.

Latest Stories