વલસાડના BDCA સ્ટેડિયમ ખાતે નાયકા સમાજ પ્રિમીયર લીગનો થયો શુભારંભ

New Update
વલસાડના BDCA સ્ટેડિયમ ખાતે નાયકા સમાજ પ્રિમીયર લીગનો થયો શુભારંભ

ક્રિકેટની રમત એકતાના બીજ રોપવાનું માધ્યમ છેઃ આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકર

વલસાડના બી.ડી.સી.એ. સ્ટેડિયમ ખાતે નાયકા સમાજ સ્પોર્ટસ ક્લબ આયોજિત પાંચમી નાયકા સમાજ પ્રિમીયર લીગનો શુભારંભ વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે કરાવ્યો હતો.

આ અવસરે આદિજાતિ મંત્રી રમણલાલ પાટકરે રમતમાં ભાગ લેનારા ક્રિકેટરોને શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે, ક્રિકેટની રમત એકતાના બીજ રોપવાનું માધ્યમ છે, ત્યારે સૌ ખેલાડીઓ ખેલદીલીપૂર્વક રમે તે જરૂરી છે. ક્રિકેટની રમત દ્વારા સમાજ એકત્રિત થાય છે ત્યારે સમાજના સર્વાંગી વિકાસ માટે ચિંતન-મનન કરવું જાઇએ. હાલના વડાપ્રધાન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ અને રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરેલા ખેલમહાકુંભ થકી અનેક રમતવીરોમાં રહેલી સુષૃપ્ત શક્તિઓ બહાર આવી છે. જે પૈકી સરિતા ગાયકવાડ અને મુરલી ગાંવિતે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી સમગ્ર વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાર-જીત મહત્ત્વની નથી, રમતમાં કોઇપણ એકનો જ વિજય થવાનો છે ત્યારે હાર મેળવનાર ટીમે નિરાશ ન થતાં વધુ મહેનત કરવા જણાવ્યું હતું. રમતગમતની સાથે સ્વચ્છતા અભિયાનમાં સહયોગ આપવા મંત્રીએ અનુરોધ કર્યો હતો. વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલે ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન થકી સંગઠન મજબૂત બને છે તેમ જણાવી રમતમાં ભાગ લેનારા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ અવસરે સમસ્ત નાયકા સમાજના પ્રમુખ જેરામભાઇએ સૌને આવકારી ટુર્નામેન્ટના આયોજન અંગે જાણકારી આપી હતી. આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો છે તેમ જણાવી તેમાંથી મળનારી રકમનું જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે નોટબુક અને શૈક્ષણિક સાધનો આપવામાં આવનાર હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ અવસરે નાયકા સમાજ સ્પોર્ટસ કલબના પ્રમુખ રાજુભાઇ નાયકા સહિત જશવંતભાઇ પટેલ, શૈલેષભાઇ પટેલ, મુકુંદભાઇ પટેલ, રમેશભાઇ નાયકા અને મુકેશભાઇ પટેલ સહિત ક્રિકેટપ્રેમીઓ, નગરજનો હાજર રહ્ના હતા.

Latest Stories