વલસાડ:સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ અને રક્તદાન કેમ્પ યોજાયો

New Update
વલસાડ:સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ અને રક્તદાન કેમ્પ યોજાયો

શ્રી લેઉઆ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ-વલસાડ અને વલસાડ રક્તદાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે રજપૂત સમાજની વાડી ખાતે રક્તદાન કેમ્પ તેમજ સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત સમાજ શ્રેષ્ઠીઓએ વ્યસનથી દૂર રહેવા, જરૂરિયાતમંદોને મદદરૂપ બનવા,સફાઇ અભિયાન તેમજ પર્યાવરણ જાગૃતિમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓ સારૂં શિક્ષણ પ્રાપ્ત કરી ઉચ્ચ શિખરે પહોંચે તેવા આશીર્વચનો પણ તેઓએ આપ્યા હતા.

શ્રી લેઉઆ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઇ ઠુમ્મરે વિવિધ રચનાત્મક કાર્યોમાં રૂચિ રાખી સમાજ ઉપયોગી કામગીરીમાં સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી. આ અવસરે સમાજ અગ્રણી દિનેશ સુદાણી, મથુરભાઇ કયાડા, ભોલાભાઇ વાડોદરીયા વગેરેના હસ્તે ધોરણ ૧ થી ૧૨માં ઉત્તીર્ણ થયેલા તેજસ્વી તારલાઓને શિલ્ડ તેમજ પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટી ઋષિક વઘાસીયા, વિમલ કયાડા, જીત રંગાણી, નિલેશ વોરા, હર્ષદ રતનપુરા, કાર્તિક ચોવટીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તરૂણાબેન કથીરીયાએ કર્યું હતું.

Latest Stories