Connect Gujarat
ગુજરાત

વલસાડ: કલેકટર સી આર ખરસાણએ લોકોનો માન્યો આભાર

વલસાડ: કલેકટર સી આર ખરસાણએ લોકોનો માન્યો આભાર
X

ગુજરાતમાં થયેલ ૨૬ લોકસભા બેઠકના મતદાનમાં 26મી લોકસભા બેઠક વલસાડ ડાંગ ટકાવારીમાં પ્રથમ ક્રમે આવે છે. જેને લઇને વલસાડના કલેકટર સી આર ખરસાણએ લોકોનો આભાર માન્યો હતો.

લોકસભાની ચૂંટણીમાં વલસાડ મેજિકલ સીટ તરીકે ગણાય છે. ત્યારે વલસાડના મતદારોએ પણ આ મેજિકલ સીટને ભરપૂર મતદાન કરી રાજ્યમાં પ્રથમ ક્રમે રાખી હતી. અને 2014ના લોકસભાની ચૂંટણીના આંકડાની સામે ફરી ટક્કર આપી છે.ગત ચૂંટણીમાં ૭૩.99 ટકા મતદાન થયું હતું જ્યારે આ વખતે ૭૩.66 ટકા મતદાન થયું છે ત્યારે આ આંકડો હજી વધશે અને બેલેટ વોટ હજી ગણવાના બાકી હોઈ આંકડો હજી વધશે ત્યારે રાજ્ય માં પ્રથમ ક્રમ સાથે જૂનો રેકોર્ડ પણ વલસાડ ની જનતા એ તોડ્યો છે.

Next Story