Top
Connect Gujarat

વાગરાનાં જોલવા ગામે યુવા કોંગ્રેસે અહમદ પટેલના જન્મદિન પ્રસંગે રક્તદાન કરતા રક્તદાતા

વાગરાનાં જોલવા ગામે યુવા કોંગ્રેસે અહમદ પટેલના જન્મદિન પ્રસંગે રક્તદાન કરતા રક્તદાતા
X

વાગરા યુથ કોંગ્રેસે જોલવા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજીને અહમદ પટેલનાં જન્મદિન પ્રસંગની ઉજવણી કરી હતી.

સાંસદ અહમદ પટેલના જન્મદિન વાગરા વિધાનસભા યુવા કોંગ્રેસના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો. દિને યુવા કોંગ્રેસ અને ભરૂચ રેડ ક્રોસ બ્લડ બેન્કનાં સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન જોલવા ગામે રાખવામાં આવ્યુ હતુ.

વાગરા વિધાનસભાના ગામોમાંથી અનેક કાર્યકરોએ રક્તદાન કરી ભરૂચના પનોતા પુત્ર અહમદ પટેલના નેતૃત્વમાં પ્રતિબદ્ધતા દર્શાવી હતી. રક્તદાન શિબિરમાં 80 થી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યુ હતુ. પ્રસંગે યુવા કોંગ્રેસના ગુજરાત પ્રભારી દેવેન્દ્રસિંહ કાડિયાન, કોંગી અગ્રણી સુલેમાન પટેલ,ભરૂચ જી.પં. બાંધકામ સમિતિના ચેરમેન મહેન્દ્રસિંહ રાજ, સાદીકભાઈ, રમેશભાઈ ગંધાર, આસિફભાઈ, જોલવા સરપંચ જગદીશભાઈ, સલીમભાઈ ફાંસીવાલા, સુરેશભાઈ, નસીમાબેન, હસન ભટ્ટી,યુવા અગ્રણીઓ સમસાદ સૈયદ, કિશોરસિંહ, સુધીરસિંહ, શકીલ અકુજી, જાબીર પટેલ, નિકુલ મિસ્ત્રી, આરીફ પટેલ, વિજયસિંહ પરમાર, સોયબ ઝગડીયાવાલા, શબ્બીર ખેપી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it