શામળાજી પોલીસે 8 કલાકમાં ત્રણ ટ્રકમાંથી 41.60 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

New Update
શામળાજી પોલીસે 8 કલાકમાં ત્રણ ટ્રકમાંથી 41.60 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

શામળાજી પોલીસે અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર સતત પેટ્રોલિંગ અને રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરી આઠ કલાકમાં ત્રણ ટ્રકમાંથી દારૂ પકડી પાડ્યો છે. બાર કલાકના ટૂંકા સમય ગાળામાં ત્રણ ટ્રકમાંથી રૂપિયા 41.70 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી 68 લાખનો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કરી ચાર શખ્શને ઝડપી પાડ્યા છે. આ સાથે વિદેશી દારૂની હેરાફેરીમાં અને મદદગારી કરનાર શખ્શો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના જુબેર, ડાકોરના કાંતિ ઉર્ફે રાજુ અને અન્ય એક અજાણ્યા બુટલેગરે મંગાવેલ વિદેશીદારૂ શામળાજી પોલીસે ઝડપી પાડતા બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

અરવલ્લી જિલ્લાની શામળાજી નજીક આવેલી રતનપુર ચેકપોસ્ટ બુટલેગરોમાં વિદેશી દારૂ ઘુસાડવા મોકળો માર્ગ માનવામાં આવે છે. શામળાજી પોલીસ સ્ટેશન પી.એસ.આઈ કેતન વ્યાસ અને તેમની ટીમે મંગળવારે ચેકપોસ્ટ નજીકના વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરી ત્રણ ટ્રકમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડતા વિદેશી દારૂ પકડ્યો છે.

અણસોલ ગામની સીમમાંથી વડોદરાના જુબેર નામના બુટલેગરે મંગાવેલ વિદેશી દારૂ બુટલેગર પાસે પહોંચે તે પહેલા શામળાજી પોલીસે મિની ટ્રક (ગાડી.નં-MH 13 CU 0355 ) માં ભરેલી વિદેશી દારૂની 174 પેટી બોટલ નંગ-336 કિંમત રૂપિયા 6,72,000/- તથા ટ્રકની કિંમત રૂપિયા 1000000/-, મોબાઈલ-1 મળી કુલ રૂપિયા 16,72,500 /- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ પુષ્કર રૂપલાલ ડાંગીની ધરપકડ કરી છે. જ્યારે ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર અસલમ પઠાણ, ગોપાલ મોહન ટાંક અને બરોડાના જુબેર નામના બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

તો બીજી ટ્રક રતનપુર ચેકપોસ્ટ નજીક ડાકોરના કાંતિ ઉર્ફે રાજુ નામના બુટલેગરે મંગાવેલ વિદેશી દારૂની મિની ટ્રક પોલિસે પકડી છે જેમાં સંતાડેલ વિદેશી દારૂ પેટી- 44 બોટલ કિંમત રૂપિયા 220800/- સાથે સુરેશ નારાયણ મેઘવાલ અને ચંદ્રપ્રકાશ ચંપકલાલજી સાલવીને દબોચી લીધા છે. પોલિસે ટ્રક મોબાઇલ સહિતનો કુલ રૂપિયા 10,22,800/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે જ્યારે વિદેશી દારૂ ભરી આપનાર સોનપુરી ગોસ્વામી અને પવન જાટ અને વિદેશી મંગાવનાર ડાકોરના કાંતિ ઉર્ફે રાજુ નામના બુટલેગર વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બે ટ્રક માંથી દારૂ ઝડપાયેલ દારૂ ગણવાની કામગીરી ચાલુ હતી ત્યારે પશુ આહારની આડમાં લવાતો દારૂ પકડી પાડ્યો હતો. પીએસઆઈ કેતન વ્યાસે વેણપુર ગામ નજીક પશુ આહાર ભરી પસાર થતી ટ્રક ને અટકાવી તલાસી લેતા પશુ આહારની આડમાં સંતાડેલ વિદેશી દારૂની પેટી-636 ની કિંમત રૂપિયા 32,78,400/- નો વિદેશી દારૂ જપ્ત કરી ટ્રક ચાલક સોમવીર સુભરામ જાટ (રહે,ભેંજુંઆ-હરિયાણા) ની ધરપકડ કરી છે. પોલિસે કુલ 42,78,900 રૂપિયાનો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂ મંગાવનાર અજાણ્યો મોબાઈલ ધારક અને વિદેશી દારૂ ભરી આપનાર હરિયાણાના ભેંજુંઆના બુટલેગર પવન હોશિયારસિંગ જાટ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories