શાહરૃખ ખાનનું વિશ્વ આર્થિક મંચ પર સન્માન થશે

New Update
શાહરૃખ ખાનનું  વિશ્વ આર્થિક મંચ પર સન્માન થશે

શાહરૃખ ખાનને દાવોસમાં વિશ્વ આર્થિક મંચ (ડબલ્યુઇએફ)ની 48મી વાર્ષિક બેઠકમાં 24માં વાર્ષિક ક્રિસ્ટલ પુરસ્કારથી નવાજવામાં આવશે. આ સન્માન તેને ભારતમાં બાળકો અને મહિલાઓના અધિકારના સમર્થન માટે આપવામાં આવશે. વિશ્વ આર્થિક મંચની વેબસાઇટના અનુસાર અભિનેત્રી-દિગ્દર્શિકા કેટ બ્લેચેંટ અને ગાયિકા એલ્ટન જોનને પણ આ પુરસ્કારથી નવાજવામાં આવશે.

'' સમાજમાં માનવતાનાં કાર્ય બદલ આ માન આપવામાં આવ્યું છે. શાહરૃખ ખાન એક બિન પ્રોફિટ ફાઉન્ડેશનનો સંસ્થાપક છે. આ સંસ્થા એસિડ હુમલાથી પીડીત મહિલાને ચિકિત્સીય તેમજ કાનૂની સહાયતા, વ્યવસાયિક, શિક્ષણ, પુનર્વાસ અને આજીવિકા પૂરું પાડે છે. શાહરૃખ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં તેમજ કેન્સરની ચિકિત્સા લઇ રહેલ બાળકોને રહેવા તથા નિઃશુલ્ક વ્યવસ્થા માટે સહાય કરે છે.

Latest Stories