સંસદ સંકુલમાં મહાત્મા પ્રતિમા પાસે વિરોધપક્ષો દ્વારા વિરોધ 

New Update
સંસદ સંકુલમાં મહાત્મા પ્રતિમા પાસે વિરોધપક્ષો દ્વારા વિરોધ 

સમગ્ર દેશમાં જૂની 500 અને 1000 ની ચલણી નોટબંધીના સરકારના નિર્ણય સામે સોમવારે સંસદ ભવનમાં આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે વિરોધ પક્ષો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સંસદના બંને ગૃહોમાં આ બાબતને લઈને ધાંધલ-ધમાલ જોવા મળી હતી.

કોંગ્રેસ, માર્ક્સવાદી પાર્ટી , ડીએમકે , રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના નેતાઓએ સંસદની બહાર વિરોધ કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિરોધની આગેવાની કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કરી હતી.આ અગાઉ વિરોધ પક્ષોએ સંસદ ઘરમાં એક બેઠક યોજીને આ મુદ્દે તેમની વ્યૂહરચના ઘડી હતી.

નોટબંધીના કારણે દેશમાં અંધાધૂંધી સર્જાઈ છે ત્યારે સંસદના બંને ગૃહોમાં 16 નવેમ્બરથી શિયાળુ સત્રની શરૂઆત થવા છતાં આ મુદ્દાને લઈને વારંવાર સુનાવણી મોકૂફ કરવાની ફરજ પડી હતી.

Latest Stories