/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/rahul-gandhi-akhilesh_650x400_51485680462.jpg)
સપા- કોંગ્રેસમાં ગઠબંધન બાદ અખિલેશ અને રાહુલ ગાંધીએ એક સાથે કોન્ફરન્સ યોજી હતી જેમાં કોંગ્રેસના રાહુલ ગાંધીએ સપા અને કોંગ્રેસના મિલનને ગંગા-યમુનાનું મિલન તરીકે ગણાવ્યુ હતુ.જયારે અખિલેશ યાદવે આ અંગે સાથે મળીને કામ કરવાની તક મળી તેની ખુશી વ્યક્ત કરી હતી.
આ કોન્ફરન્સમાં રાહુલે વધુમાં જણાવ્યુ હતુ કે અખિલેશે દેશને નવો રસ્તો બતાવ્યો છે અને આ ગઠબંધનથી દેશમાં નવા પ્રકારની રાજનીતિ લાવવા માંગીએ છીએ તથા એક બીજાને મદદ પણ કરીશુ.
તો બીજી બાજુ અખિલેશ પણ આ અંગેની ખુશી વ્યક્ત કરતા કહ્યુ હતુ કે નોટબંધીથી લોકોને જે તકલીફ પડી તેનો જવાબ પ્રજા દ્વારા ચૂંટણીમાં આપવામાં આવશે અને હવે જીતથી કોઈ રોકી નહિ શકે તેમ પણ કીધુ હતુ.
સૂત્રોના જણાવ્યા અનુસાર અખિલેશ અને રાહુલના રોડ શો દરમ્યાન "યુપી કો યે સાથ પસંદ હૈ" નું ગીત પણ વગાડવામાં આવશે.