સરહદ પર તૈનાત આર્મી જવાનોને  મળશે નવા હથિયાર 

New Update
સરહદ પર તૈનાત આર્મી જવાનોને  મળશે નવા હથિયાર 

સરહદ પર તૈનાત સેનાના જવાનોને આધુનિક હથિયારોની જરૂર હતી. ત્યારે લાંબા સમયના વિલંબ બાદ સરકાર ભારત-ચીન અને ભારત-પાકિસ્તાન બોર્ડર પર તૈનાત જવાનો માટે નવા પ્રકારની રાઈફલ્સ, લાઈટ મશીન ગન અને ક્વોઝક્વોર્ટર બેટલ કાર્બાઈન્સ ઉપલબ્ધ કરાવવાનું કામ ટૂંક સમયમાં જ શરૂ કરશે. સરકાર આ કાર્ય ફાસ્ટ ટ્રેક પ્રોસીજર(FTP) અંતર્ગત કરશે.

રક્ષા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે શુક્રવારે અનેક વિદેશી કંપનીઓને ૭૨,૪૦૦ અસૉલ્ટ રાઈફલ્સ, ૧૬,૪૭૯ LMG અને ૯૩,૮૯૫ CQB કાર્બાઈન્સ માટે પ્રાથમિક ટેન્ડર આપી દેવામાં આવ્યું હતું . માનવામાં આવી રહ્યું છે કે ૧૦ દિવસની અંદર આ કોન્ટ્રાક્ટને ફાઇનલ કરી દેવામાં આ‌વશે અને ત્યારબાદ એક વર્ષની અંદર સેનાને નવા હથિયાર આપવામાં આવશે

Latest Stories