Connect Gujarat
ગુજરાત

સાપુતારા થી વઘઇરાષ્ટ્રીય ધોરીમાર્ગના માલેગામ ઘાટ માર્ગમાં દૂધનો જથ્થો ભરેલ ટ્રક પલટી

સાપુતારા થી વઘઇરાષ્ટ્રીય ધોરીમાર્ગના માલેગામ ઘાટ માર્ગમાં દૂધનો જથ્થો ભરેલ ટ્રક પલટી
X

ડાંગ જિલ્લાના સાપુતારા થી વઘઇરાષ્ટ્રીય ધોરીમાર્ગના માલેગામ ઘાટ માર્ગમાં દૂધનો જથ્થો ભરેલ ટ્રક પલટી મારી જતા ઘટનાસ્થળે ગંભીર અકસ્માત સર્જાવાની સાથે મોટી દુર્ઘટના ટળી હતી.ઘટનાસ્થળ ઉપર થી મળતી માહિતી મુજબ સોમવારે મહારાષ્ટ્રના સંગમને ર તરફથી દૂધનો જથ્થો ભરી સુરત તરફ જઇ રહેલ મહાકાય ટ્રક જે સાપુતારા થી વઘઇને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ના માલેગામ વળાંકમાં ચાલક દ્વારા “અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક માર્ગની સાઈડે પલટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતના બનાવમાં ટ્રક માર્ગની સાઇડમાં પલટી મારી જતા થોડીવાર માટે ટ્રાફિક થંભી ગયો હતો.

જ્યારે દૂધનો જથ્થો વેર-વિખેર થઈ જતા મોટી નુકસાની વેઠવાની નોબત આવી હતી જ્યારે ચાલક અને ક્લિનરને નાની-મોટી ઈજાઓ પહોંચતા તેઓને ચમત્કારિક બચાવ થયો હોવાની વિગતો સાંપડે છે. આ બનાવ સંદર્ભે સાપુતારા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી તજવીજ હાથ ધરી છે.

Next Story