New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/04/657411-619887-hardik-patel-new.jpg)
પાટીદાર અનામત આંદોલન સમિતિનાં નેતા હાર્દિક પટેલને સરકાર દ્વારા Y કેટેગરીની સિક્યોરીટી આપવામાં આવી છે. જોકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી હાર્દિક પટેલ ની લોકપ્રિયતામાં સતત ઘટાડો થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે.
હવે હાર્દિકને આપવામાં આવી રહેલી સીક્યુરીટી ની સુવિધા પાછી ખેંચવામાં આવશે તેવી વાત વહેતી થઈ છે. જે બાદ પ્રતિક્રિયા આપતા હાર્દિક પટેલે ટ્વિટ કર્યું હતું. જેમાં તેણે કહ્યું હતું કે, સિક્યોરિટી હટાવી મારી હત્યા અથવા જેલમાં મોકલવાનું કાવતરું રચાઈ રહ્યું છે.
હાર્દિક પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સિક્યુરિટી પાછી ખેંચવાની જાણ કેન્દ્ર સરકાર દ્વારા કરવાની હોય છે. જે બાબતે હજી કોઈ સત્તાવાર જાણકારી મને મળી નથી.
Latest Stories