Connect Gujarat
ગુજરાત

સુરતમાં પ્રવિણ તોગડિયાનાં ભત્રીજા સહિત ત્રણની હત્યા થી સનસનાટી

સુરતમાં પ્રવિણ તોગડિયાનાં ભત્રીજા સહિત ત્રણની હત્યા થી સનસનાટી
X

શનિવારે રાત્રે વિશ્વહિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયાના ભત્રીજા સહિત ત્રણ લોકો પર હથિયારધારી યુવાનોએ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા.

સુત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ આ ઘટના સુરતના વરાછા વિસ્તારમાં બની હતી. એ.કે. રોડ પર આવેલી ફાયનાન્સની ઓફિસમાં આ ટ્રિપલ મર્ડર ને અંજામ આપવામાં આવ્યો હતો. મૃતકોની ઓળખ બકુલ હિરાણી(45), ભરત તોગડિયા(40) અને મહેશ રાદડિયા તરીકે કરવામાં આવી હતી.

સુત્રોના જણાવ્યા મુજબ વરાછા ખાતે આવેલી હિરાણીની ઓફિસમાં પ્રોપર્ટીની ડીલ ચાલી રહી હતી ત્યારે કંઇક માથાકુટ થતાં છ હથિયારધારી યુવકો ત્યાં ધસી આવ્યા હતા. તેમણે ચાર લોકો પર હુમલો કરી દીધો હતો. ચારેય ઘાયલ વ્યક્તિઓને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ લોકોને તબીબે મૃત જાહેર કર્યા હતા જ્યારે અન્ય એકની હાલત ગંભીર જણાવાઇ રહી છે. હત્યારાઓ લક્ઝ્યુરિયસ કારમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

વરાછા પોલીસે શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરી છે તેમજ આસપાસના સીસીટીવી ફુટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story