સુરત : કામરેજના પાસોદ્રાના રહીશો બન્યાં ગાંધીજીના ત્રણ વાંદરા, જુઓ કેમ કરી રહયાં છે વિરોધ પ્રદર્શન

સુરત જીલ્લાના કામરેજના પાસોદ્રા અને કઠોદરાના
ગ્રામજનોએ પંચાયત કચેરી બહાર રોડ પર બેસી જઈ મહા નગરપાલિકાના હદવિસ્તારમાં સમાવેશ
કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો.
કામરેજ તાલુકાના પાસોદ્રા ગામે પંચાયત કચેરીની બહાર મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઇ વિરોધ કરતા નજરે પડી રહ્યા છે. તેઓ પાસોદ્રા અને કઠોદરાના સ્થાનિક રહીશો છે. તેમના વિરોધ પ્રદર્શનનું કારણ છે એમના ગામોને મહાનગરપાલિકામાં સમાવેશ કરવાને લઇને છે. ગામલોકોએ ગાંધીજી ના ત્રણ વાંદરા બનીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. કામરેજ તાલુકાના તમામ ગામો લગભગ સુવિકસિત ગામો છે અને લગભગ વિકાસના કામો પૂર્ણ થઇ ગયા છે ,મહાનગર પાલિકામાં અગર સમાવેશ કરવામાં આવે તો સિવાય કે વેરો વધવા અન્ય કોઈ સુવિધા ઉપલબ્ધ થવાની નથી. જે ગામોનો વર્ષો પહેલા મહાનગર પાલિકામાં સમાવેશ થયો છે તે ગામો માં હજુ દુર દુર સુધી ક્યાય વિકાસ દેખાતો પણ નથી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે નેતાઓના ચાલી રહેલા મોટા પ્રોજેક્ટની કિમતો વધારવા આ સમાવેશ કરવામાં આવી રહ્યો છે.