Connect Gujarat
ગુજરાત

સુરત પ્રાથમીક શિક્ષણ સમિતિના બાળકો પુસ્તકથી વંચિત

સુરત પ્રાથમીક શિક્ષણ સમિતિના બાળકો પુસ્તકથી વંચિત
X

સુરત શહેરમાં શિક્ષણ સમિતિની શાળાઓમાં નવું સત્ર શરૂ થયાને ૨૦ દિવસ બાદ પણ બાળકો આજે પુસ્તકોથી વંચિત રહ્યા છે. પુસ્તકો વંચિત રહેવાના કારણે બાળકોના ભવિષ્ય સામે પણ એક મોટો સવાલ વર્તાઇ રહ્યો છે.

સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ ૩૩૪ શાળાઓ આવી છે, જેમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગ પરિવારના ૧.૬૦.૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બનાવવા માટે અભ્યાસ કરવા આવે છે. પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નબળાઈના કારણે છેલ્લા ૨૦ દિવસથી શાળાઓનું નવું સત્ર શરૂ થયા બાદ પણ બાળકોને પુસ્તકો મળ્યા નથી. ખાસ કરીને વાત કરવામાં આવે તો અલગ ભાષાઓની સ્કૂલ જેમાં મરાઠી, હિન્દી, ઉર્દુ, તેલુગુ અને ઓડિયા ભાષાની શાળામાં બાળકોને અભ્યાસ કરવા માટે પુસ્તકો મળ્યા જ નથી. જેને લઇને બાળકો શાળામાં તો આવે છે, પરંતુ નવા પુસ્તકના અભ્યાસની જગ્યાએ ગત વર્ષ જૂના શિક્ષણ અભ્યાસને શિક્ષકો દ્વારા ભણાવી તેમનો સમય પૂર્ણ કરવામાં આવે છે. જો બાળકોને વહેલી તકે નવા પુસ્તક મળી જાય તો બાળકોનું ભવિષ્ય અને સમય બંને બચાવી શકાય તેવી સ્થિતિ છે. તો શિક્ષકો દ્વારા ગુજરાતી માધ્યમના પુસ્તકોમાંથી ભાષાંતર કરી બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે

જ્યારે પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ દ્વારા પુસ્તક આવી ગયા છે અને ટૂંક સમયમાં બાળકોને મળી જશે તેવી રજૂઆત કરી હતી. પરંતુ શિક્ષણ સમિતિના વિપક્ષ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં બાળકોને પુસ્તક સાથે બુટ અને મોજા નહીં આપવા માટે તારીખો આપવામાં આવતી હોય તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.ખરેખર પરિસ્થિતિ જોઈએ તો આપણે વિચાર આવે કે બાળકો શાળામાં પુસ્તકો વગર ફક્ત પોતાનો સમય પસાર કરે છે, જ્યારે શિક્ષકો પોતાની લાયકાત પ્રમાણે જુના અભ્યાસને નવો અભ્યાસ ગણાવી તેનો સમય પૂર્ણ કરે છે. જો કે સરકારી પ્રાથમિક શાળામાં ભણતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ માટે વલખા મારી રહ્યા છે, તો બીજી તરફ પ્રાઇવેટ સ્કૂલમાં ફી વધારાના મુદ્દે વાલીઓ બાળકોને સ્કુલથી દૂર રાખી રહ્યા છે. ખરેખર તો હવે ગુજરાત સરકાર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકો સાથે ન્યાય કરે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે.

Next Story
Share it