Connect Gujarat
ગુજરાત

સુરત : બેન્કો એ લગાવ્યો બુરખા પર પ્રતિબંધ, સ્થાનિકો માં રોષ

સુરત : બેન્કો એ લગાવ્યો બુરખા પર પ્રતિબંધ, સ્થાનિકો માં રોષ
X

વિદેશ સહિત દેશમાં બુરખા ઉપર પ્રતિબંધ મૂકવા અંગે ભારે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા બુરખા શબ્દ નો ઉપયોગ કરવાથી બેન્ક પણ વિવાદમાં આવી ગયી છે સુરતની બે બેન્કો દ્વારા પોતાની બેન્કોમાં અને એટીએમમાં બુરખા ઉપર પ્રતિબંધ મુકતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા પોતાની બ્રાન્ચની બહાર એક જાહેર ચેતવણી મુકવામાં આવી હતી જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે બેંક અથવા એટીએમમાં પ્રવેશ હેલ્મેટ અને બુરખો પહેરીને પ્રવેશ કરવો નહીં જો કે આ ચેતવણીમાં બુરખા શબ્દ નો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના કારણે બેંકોને ભારે વિરોધ નો સામનો કરવો પડ્યો છે.જોકે હવે બેંકો દ્વારા આ પોસ્ટર હટાવી દેવામાં આવ્યા છે.

વગર કોઈ નિયમ અથવા ગાઈડ લાઈનના આધારે સુરતની બે રાષ્ટ્રીયકૃત બેંકોમાં બેંકમાં પ્રવેશ આપવા અંગે એવી ચેતવણી આપવામાં આવી હતી કે બેંકના ગ્રાહકો પણ આશ્ચર્યમાં મુકાય ગયા હતા અને રોષે ભરાયા હતા જા એક બાજુ દેશ અને વિદેશોમાં બુરખા ઉપર બેનને લઈ ભારે ચર્ચા ચાલી રહી છે ત્યારે સુરતની રાષ્ટ્રીયકૃત બેંક ઓફ બરોડા અને દેના બેન્કની કેટલીક બ્રાન્ચો બહાર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે બેંકમાં અને એટીએમમાં બુરખો, હેલ્મેટ અને કાળા ચશ્માં પહેરીને પ્રવેશ કરવો નહીં એમાં પણ બુરખા પહેરીને અંદર આવી શકે નહીં જેને કારણે મુસ્લિમ સમાજ નારાજ થાય એમ હતા કારણ કે બુરખો ખાસ કરીને મુસ્લિમ સમાજની મહિલાઓ પહેરતી હોય છે જેથી બેન્કના આ ચેતવણીને લઈ મુસ્લિમ સમાજના બુદ્ધિજીવીઓ પણ આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. બેંક ઓફ બરોડાની અંબાજી રોડની બ્રાન્ચ ખાતે બેંકની અંદર આ પ્રકારના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.આને કારણે મુસ્લિમ સમાજના આગેવાન અને વરિષ્ઠ વકીલ ઈશતીયાક પઠાણે આપત્તિ વ્યક્ત કરી છે. અને સ્પષ્ટ જણાવ્યું છે કે દેશમાં ચાલી રહેલા બુરખા બેનના વિવાદ વચ્ચે આ ચેતવણી જોઈ લોકો ને રાજકારણ કરવાનો મુદ્દો મળી જશે અને આ આદેશ માત્ર એક ખાસ સમાજ માટે છે લોકોને એવું લાગશે..

બુરખા શબ્દ હાલમાં દેશ- વિદેશમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે બેન્કો દ્વારા ખાસ બુરખા શબ્દ નો ઉપયોગ કરીને પ્રતિબંધ મૂકવો એ યોગ્ય નથી બેંક દ્વારા આ શબ્દ નો ઉપયોગ કરાતા કોઈ ખાસ સમુદાયના લોકોને બેંકમાં આ ખાસ પહેરવેશ પહેરી ન આવવું એ નિર્દેશ આપતો હોય એવું લાગી રહ્યુ છે જેના કારણે લોકોએ આપત્તિ જાહેર કરી છે. બેંક ઓફ બરોડા ના અંબાજી રોડ બ્રાન્ચ દ્વારા જે ખાસ પ્રતિબંધ બુરખા માટે કરવામાં આવ્યો હતો તેને લઈ ભારે વિરોધ થતા આખરે બેંકઓફબરોડા ના મેનેજર એ પોતાની ભૂલ સ્વીકારી હતી બેંક ઓફ બરોડા ના મેનેજર ના જણાવ્યા અનુસાર તેઓએ ઇરાદાપૂર્વક આ શબ્દ નો ઉપયોગ કર્યો નથી અને જે સ્થાને બુરખા ઉપર પ્રતિબંધની ચેતવણી લખવામાં આવી હતી તે નોટિસ કાઢીને બીજી નોટીસ મૂકી દેવામાં આવી છે અને બુરખાની જગ્યાએ સ્કાર્ફ શબ્દ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પોસ્ટર બેંક ઓફ બરોડાની એક બ્રાન્ચમાં લખી હોય એવું નથી સુરતના નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ દેના બેંક ની બ્રાન્ચ માં પણ આવી ચેતવણીનુ બોર્ડ લગાવવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે બુરખો, હેલ્મેટ કે ગોગલ્સ પહેરીને બેંક અથવા એટીએમ માં પ્રવેશ કરવો નહીં. સ્પષ્ટ બુરખા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જોકે સાથે લખવામાં પણ આવ્યું છે કે આ જે આદેશ છે તે પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવ્યો છે જ્યારે આ બાબતે સુરત પોલીસ કમિશનરને ધ્યાને આવતા તેઓએ સ્પષ્ટ કર્યું કે સુરત પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારનુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ નથી.જ્યારે પોસ્ટરમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે બુરખો પહેરી બેંકમાં પ્રવેશ કરવો નહીં.

શ્રીલંકામાં બનેલી આતંકી ઘટના બાદ શ્રીલંકાએ પોતાના દેશમાં બુરખા ઉપર બેન મૂક્યો છે ત્યારે ભારતમાં પણ શિવસેના દ્વારા બુરખા ઉપર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે અને આ વચ્ચે સુરતની બેંકો દ્વારા ખાસ બુરખા શબ્દનો ઉપયોગ કરતા અને તેની ઉપર પ્રતિબંધ મુકતા મુસ્લિમ સમાજના લોકોએ એને આઘાત જનક બતાવ્યુ છે જોકે પોતાની ભૂલ જણાતા બેન્કોએ આ પોસ્ટર પરત લેવાનો નિર્ણય કર્યો છે.

Next Story