Connect Gujarat
ગુજરાત

સુરત સ્કેટીંગ સ્પર્ધામાં ભરૂચની વિદ્યાર્થીનીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ

સુરત સ્કેટીંગ સ્પર્ધામાં ભરૂચની વિદ્યાર્થીનીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ
X

ભરૂચની નર્મદા આનંદ નિકેતન સ્કુલમાં ધો.૪ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અલીશા ચોકવાલાએ સુરત ખાતે યોજાયેલી ઓપન સ્પીડ સ્કેટીંગ ચેમ્પીયનશીપ-૨૦૧૯ સ્પર્ધામાં ત્રીજા સ્થાને રહી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

જેના પગલે આનંદ નિકેતન સ્કુલના પ્રિન્સીપાલ સુનીતા પટનાયક અને સ્કેટીંગ કોચ હેમાંગ સોનીએ અલીશાને પ્રોત્સાહિત કર્યા હતા. ગત રવિવારના રોજ સુરત નાના વરાછા ખાતે આવેલા મહારાણા પ્રતાપ ઉદ્યાન ખાતે ક્રિએટીવ સ્પોર્ટસ એકેડમી દ્વારા ઓપન સ્પીડ સ્કેટીંગ ચેમ્પીયશીપ ૨૦૧૯ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સ્પર્ધામાં ધો.૧ થી ૧૨ સુધીના દક્ષિણ ગુજરાતનાં સ્કેટરોએ ભાગ લીધો હતો. ભરૂચમાંથી આનંદ નિકેતન શાળામાં અભ્યાસ કરતી અને ધો.૪ ની વિદ્યાર્થીની અલિશા શબ્બીર ચોકવાલાએ ભાગ લેતા ધો.૪ ની વિદ્યાર્થીનીઓની સ્પર્ધામાં અલિશા ત્રીજા સ્થાને આવતા તેને બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યો હતો.

Next Story