સુલતાનપુરમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત બની કફોડી

New Update
સુલતાનપુરમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત બની કફોડી

ગોંડલના સુલતાનપુરમાં ચોમાસાના ઘણા દિવસો વીતવા છતાં અમુક વિસ્તારમાં વાવણી થઈ નથી ને ખેડૂતોની પરેશાની વધી છે. ખેડૂતો દ્વારા ત્રણ થી ચાર વખત ખેતરમાં વાવેતર કરવામાં આવ્યું છે. પણ વરસાદ ખેંચાતા બધુજ વાવેતર નિષ્ફળ ગયું છે. આ વિસ્તાર મા મગફળી તેમજ કપાસનું વાવેતર વધુ કરવામાં આવે છે.

જેમાં ૮૦ટકા ખેડૂતો ત્રણ થી ચાર વખત ખેતર મા વાવેતર કર્યું પણ વરસાદ ખેંચાતા વાવેતર નિષ્ફળ થયું છે. લાખો રૂપિયા ની ખોટ ભોગવી રહયા છે ને ખેડૂતો બહુજ દુખી છે, ને સુલતાનપુરમાં ત્રણ વરસ થી કપાસનો વીમો પણ ખેડૂતો ને મળ્યો નથી તેનાથી પણ ખેડૂતો નિરાશ છે.

આજુ બાજુ ના વિસ્તારમાં વરસાદ સારો છે. પણ સુલતાનપુરની અમુક સીમ વિસ્તારમાં હજુ વાવણી પણ થઈ નથી ને સુલતાનપુરમાં દુષ્કાળ જેવી સ્થિતિ ખેડૂતોની છે. મૂંગા માલઢોરને પણ ઘાસચારો તેમજ પીવાના પાણી ખૂટી ગયા છે. તો સરકાર આ મૂંગા માલઢોરના ઘાસચારા વિશે વિચાર કરે અને સુલતાનપુર પંથક ને અસરગ્રસ્ત જાહેર કરે તેવી ખેડૂતો માંગ કરી રહયા છે.

Latest Stories