/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/cxvxc-1.jpg)
આગામી તા.૧૫ મી ઓગષ્ટ-૨૦૧૯ ના રોજ સ્વાતંત્ર્યદિનની જિલ્લા કક્ષાની ઉજવણી કાર્યક્રમ સેન્ટ ઝેવીયર્સ સ્કુલની સામેનું ગ્રાઉન્ડ - ઝઘડીયા ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના વદહસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાનાર છે. કાર્યક્રમના ભાગરૂપે અધ્યક્ષના હસ્તે સવારે ૦૯:૦૦ કલાકે રાષ્ટ્ર ધ્વ જને સલામી આપ્યા બાદ અધ્યક્ષનું ઉદબોધન થશે અને વિવિધ સાંસ્કૃનત્તિક કાર્યક્રમોનું આયોજન થશે તેમજ સ્વા્તંત્ર્ય સેનાનીઓનું સન્માધન સહિત સ્થાનિક સરકારી કચેરીઓની મુલાકાત અને ચકાસણી કાર્ય થશે.
આજે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી ક્ષિપ્રા આગ્રે અને સમગ્ર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં સેન્ટ ઝેવીયર્સ સ્કુલની સામેનું ગ્રાઉન્ડ-ઝઘડીયા ખાતે રીહર્સલ કાર્યક્રમ યોજાયો હતો. ઝઘડીયા નગરમાં રોશની અને નગરની શૈક્ષણિક સંસ્થાઓમાં સ્વાતંત્ર્યપર્વ નિમિત્તે ઉત્સાહભેર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
સ્વાતંત્ર્યપર્વ દિન ઉજવણી પ્રસંગે યોજાનારા કાર્યક્રમમાં જાહેર જનતાને તેમજ તમામ સરકારી અર્ધસરકારી, કર્મચારીઓ, અધિકારીઓને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.