હળવદ નજીક ટ્રક અને એસટી બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચારના મોત

New Update
હળવદ નજીક ટ્રક અને એસટી બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચારના મોત

નખત્રાણ થી બડોલી તરફ જતી એસટી બસ મધ્યરાત્રીએ માળીયા હળવદ નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહી હતી, ત્યારે ટ્રક અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 લોકોના કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે 20 થી વધુ મુસાફરોને ઇજા પહોંચી હતી.

એસટી બસમાં સવાર થઈને મુસાફરો રક્ષાબંધ પર્વ નિમિતે જતા હતા, ત્યારે ટ્રક ચાલકે બસને હળવદ નેશનલ હાઇવે પર અણિયારી ટોલનાકા નજીક અડફેટમાં લીધી હતી, અને કંડકટર સાઈડનો બસનો ભાગ ટ્રકે ચીરી નાખ્યો હતો.

સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ચાર વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે 20 થી વધુને ઈજાઓ પહોંચતા નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

Latest Stories