હવે ગંગાજળ મળશે ઓનલાઇન!

New Update
હવે ગંગાજળ મળશે ઓનલાઇન!

આગામી દિવસોમાં લોકો ગંગાજળ ઓનલાઇન મંગાવી શકશે અને પોસ્ટમેન તેની ડિલીવરી આપી જશે.

કેન્દ્રીય દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સરકાર હરીદ્વાર અને ઋષિકેશથી સીધું લોકોના ઘર સુધી ગંગાજળ પહોંચાડશે. પોસ્ટ વિભાગની મદદથી લોકોના ઘર સુધી ગંગાનું પાણી પહોંચાડવામાં આવશે.

પ્રસાદે સોમવારે પત્રકારો સાથે ડિઝિટલ ઇન્ડિયા વિશે વાત કરતા આ અંગેની જાહેરાત કરી હતી. જોકે, ગંગાજળની કિંમત શું રાખવામાં આવશે તે નક્કી કરવામાં આવ્યું નથી. આ સાથે જ તેમણે ડિઝિટલ ઇન્ડિયા વાનની પણ જાહેરાત કરી હતી. જે સમગ્ર દેશમાં ફરીને યોજનાઓનો પ્રચાર કરશે.

Latest Stories