૬૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓને કેવડીયા કોલોનીમાં ચિલ્ડ્રન–ન્યુટ્રીશીયન પાર્કની લીધી મુલાકાત

સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના મેનેજીંગ ડિરેક્ટર અને ગુજરાતના વન વિભાગના
અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાના માર્ગદર્શન અને પ્રેરણાથી તેમજ નર્મદા જિલ્લા
પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમના સહયોગથી નર્મદા જિલ્લાના
ગરૂડેશ્વર તાલુકાની ૬ જેટલી પ્રાથમિક શાળાઓના અંદાજે ૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓને આજે
કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચિલ્ડ્રન – ન્યુટ્રીશન પાર્ક અને એકતા મોલની નિઃશુલ્ક મુલાકાત પ્રવાસ કરાવાયો હતો.
આમ, નર્મદા નિગમના પ્રેરક પ્રોત્સાહન સાથે જિલ્લા પ્રશાસને કરેલી અભિનવ પહેલને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ-વાલીઓમાં એક અનેરા આવકાર-ઉત્સાહ-આનંદની લાગણી સાથે તેને ભવ્ય પ્રતિસાદ સાંપડ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમની સીધી દોરવણી હેઠળ પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ. નિનામાનું ઉક્ત પ્રવાસના આયોજનમાં વિશેષ યોગદાન રહ્યું છે. આજે પ્રથમ તબક્કામાં જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાની વીર સુખદેવ, વીર ભગતસિંહ, ખડગદા, વવીયાલા, ધમાદરા, આમદલાની પ્રાથમિક શાળાઓના અંદાજે ૬૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓને કેવડીયા કોલોનીમાં ચિલ્ડ્રન – ન્યુટ્રીશીયન પાર્કની મુલાકાત ઉપરાંત ચિલ્ડ્રન પાર્કની બાજુમાં એકતા મોલની પણ મુલાકાત કરાવાઇ હતી.
કેવડીયા કોલોની ખાતે જુદા જુદા સમયે નિયત કરાયેલા સ્લોટ મુજબ ગરૂડેશ્વર
તાલુકાના ઉક્ત ગામોની પ્રાથમિક શાળાના શિક્ષકગણની હાજરીમાં આજનો આ પ્રવાસ યોજાયો
હતો. જેમાં ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. નિપાબેન પટેલ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચીન શાહે આજના
સમગ્ર પ્રવાસનું નેતૃત્વ કર્યું હતું અને આ સમગ્ર પ્રવાસમાં વિદ્યાર્થીઓ સાથે
જોડાયા હતા.
ગરૂડેશ્વર તાલુકાની ઉક્ત વિવિધ ગામોની શાળાના બાળકોને જે તે શાળાના કેન્દ્ર
ખાતેથી શિક્ષણ વિભાગ દ્વારા નિઃશુલ્ક રીતે વાહનમાં ચિલ્ડ્રન પાર્ક – ન્યુટ્રીશીયન પાર્ક ખાતે લાવવા – લઇ જવાની સુવિધા
પુરી પડાઇ હતી. ત્યારબાદ ચિલ્ડ્રન પાર્ક ખાતે એકત્ર થયેલા વિદ્યાર્થીઓએ પણ હોંશભેર – જુસ્સાભેર આ પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. ચિલ્ડ્રન પાર્કમાં બાળકોમાં
મનોરંજન અને આનંદ પ્રમોદ માટે ગુજરાત ઇકોલોજી કમિશન સહયોગથી મેરાફોર્મ ઇન્ડીયા
કંપની દ્વારા બાળકો માટે ઉભી કરાયેલી જોય ટ્રેનમાં આ બાળકોએ બેસીને ફલ શાકમ ગ્રહમ, પાયોનગરી, અન્નપુર્ણા, પોષણપૂરમ અને સ્વસ્થ
ભારતમ જેવા પાંચ જેટલા સ્ટેશનો પણ રોકાણ કરીને જે તે સ્ટેશન ખાતે ન્યુટ્રીશન માટે
ડિસ્પ્લે કરાયેલી બાબતોની વિશેષ જાણકારી મેળવી શાળાના આ બાળકોએ આજના આ અવસરને
ઉત્સાહભેર માણી ધન્યતા અનુભવી હતી.