અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ
સંસ્કારદીપ ટ્રસ્ટ દ્વારા આયોજન
ડી.એ.આણંદપુરાની પુણ્યતિથિ નિમિત્તે આયોજન
શ્રધ્ધાસુમન કરાયા અર્પણ
આગેવાનો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરમાં સંસ્કારદીપ ટ્રસ્ટ દ્વારા ડાહ્યાભાઈ આણંદ પુરાની પુણ્યતિથિએ ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી
શિક્ષણ, આરોગ્ય અને સ્વાસ્થ્ય ક્ષેત્રે સમર્પિત જીવન અર્પણ કરનાર તથા સત્યના માર્ગે ચાલીને સમાજમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર અંકલેશ્વરના જાણીતા સેવાભાવી વ્યક્તિત્વ ડાહ્યાભાઈ આણંદ પુરાની પુણ્યતિથિ નિમિત્તે સંસ્કારદીપ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.સંસ્કારદીપના પ્રાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં સંસ્કારદીપ ટ્રસ્ટના અધ્યક્ષ એન.કે. નાવડીયા, ટ્રસ્ટના માનદ મંત્રી હિતેન આણંદપુરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કલરવ-1થી લઈને ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ, તમામ શિક્ષકો તેમજ સહકર્મચારીઓએ એકત્રિત થઈ સ્વ. ડાહ્યાભાઈ આણંદ પુરાના સ્મરણો તાજા કર્યા હતા અને તેમના પ્રતિ હૃદયપૂર્વક શ્રદ્ધાસુમન અર્પણ કરી ભાવાંજલિ આપી હતી.
શિક્ષણ, આરોગ્ય અને સમાજસેવા પ્રત્યેના તેમના સમર્પણભર્યા જીવનને યાદ કરી ઉપસ્થિત સૌએ તેમના આદર્શો અને સેવાકાર્યોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
