અંકલેશ્વરમાં આગનો બનાવ
હોટલમાં આગ ફાટી નિકળી
સ્ટેશન રોડ પર આવેલ હોટલ રુચિમાં આગ
કિચન એરિયામાં આગ ફાટી નિકળી
ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો
અંકલેશ્વરના સ્ટેશન રોડ પર આવેલ હોટલ રુચિમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. કિચન એરિયામાં લાગેલી આગ પર ફાયર ફાયટરોએ કાબુ મેળવ્યો હતો
અંકલેશ્વર શહેરના સ્ટેશન રોડ પર આવેલી હોટલ રુચીમાં આગ ફાટી નીકળવાની ઘટના બનતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોટલના કિચન એરિયામાં અચાનક આગ લાગતા હોટલના સ્ટાફ સહિત આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આગની ઘટનાને પગલે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે અને અન્ય વિસ્તારોમાં પ્રસરે નહીં તે માટે ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આગ પર કાબૂ મેળવવાની કામગીરી દરમિયાન સૌપ્રથમ હોટલની ગેસ લાઇન તેમજ વીજ કનેક્શન બંધ કરવામાં આવ્યા હતા, જેથી આગ વધુ ફેલાવાની શક્યતા અટકાવી શકાય. ત્યારબાદ ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે હોટલના કિચન વિસ્તારમાં આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.ફાયર વિભાગની સમયસરની કામગીરીને પગલે આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. હોટલના કિચન વિસ્તારમાં આગ લાગવાની આ ઘટનાને પગલે સ્ટેશન રોડ વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
