ભરૂચના દહેજ આમોદ રોડની કામગીરી
કામગીરી દરમ્યાન રોઝા ટંકારીયા ગામે વિવાદ
ગૌચરની જમીન પર પ્લાન્ટ નંખાયાનો આક્ષેપ
ઉભા પાકને પણ નુકશાન
ખેડૂતો-ગ્રામજનોમાં રોષ
ભરૂચના દહેજ આમોદ રોડની કામગીરી દરમ્યાન રોઝા ટંકારીયા ગામમાં વિવાદ જોવા મળી રહ્યો છે ગૌચરની જમીન પર મંજૂરી વિના પ્લાન્ટ નંખાયા નો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે
ભરૂચના દહેજ–આમોદ રોડની કામગીરી દરમિયાન રોઝા ટંકારીયા ગામે વિવાદ સર્જાયો છે. વોટરવર્ક્સની ટાંકી પાસે આવેલી ગોચરની જમીન પર પંચાયતની મંજૂરી વિના પ્લાન્ટ નાખવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો અને ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવાયો છે.પ્લાન્ટની કામગીરીથી ઉભા પાકને નુકસાન થયું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ગ્રામ પંચાયત દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ આપી TDO, GPCB અને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.બીજી તરફ કોન્ટ્રાક્ટરનો દાવો છે કે પ્લાન્ટ માટે આર.એમ.બી. વિભાગની મંજૂરી લેવામાં આવી છે અને જમીન પણ વિભાગની માલિકીની છે.હાલ ગ્રામજનો દ્વારા કામગીરી બંધ કરી જમીનની માલિકી, મંજૂરીઓ અને પાકના નુકસાન અંગે તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે. હવે તંત્રની કાર્યવાહી પર સૌની નજર છે.
