ભરૂચ શહેરને અડીને આવેલા ઉમરાજ ગામમાં દીપડો દેખાયાના અહેવાલ સામે આવ્યા છે. ગામના માર્ગ પર દીપડો લટાર મારતો હોવાના દૃશ્યો ગામમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થયા છે.

ગામના માર્ગ પર દીપડો દેખાયાના સમાચાર વાયુવેગે પ્રસરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાની હાજરીને લઈને ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે.આ ઘટનાને પગલે ગ્રામજનોએ વન વિભાગ તાત્કાલિક કાર્યવાહી કરે અને દીપડાને પકડવા માટે વહેલી તકે પાંજરું ગોઠવે તેવી માંગ કરી છે.હવે જોવાનું એ રહેશે કે વન વિભાગ દ્વારા આ મામલે ક્યારે કાર્યવાહી કરવામાં આવે છે અને દીપડાને પકડવા માટે કેવાં પગલાં લેવામાં આવે છે.