વલ્લભીપુરમાં શરદોત્સવની ધામધૂમથી ઉજવણી
સેવા હી સંગઠન અંતર્ગત એકતાનો સંદેશ
અપક્ષ સભ્યો અને કાર્યકર્તાઓ એક મંચ પર આવ્યા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત બાદ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
આગામી વિધાનસભા ચૂંટણીમાં યુવાનોને ઉમેદવાર તરીકે પસંદ કરાશે
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં અપક્ષ તરીકે વિજેતા થયેલા જિલ્લા પંચાયત સદસ્ય બ્રિજરાજસિંહ ગોહિલ પ્રેરિત ‘શરદોત્સવ’ કાર્યક્રમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં અપક્ષ તરીકે વિજેતા થયેલા જિલ્લા પંચાયત સદસ્ય બ્રિજરાજસિંહ ગોહિલ પ્રેરિત ‘શરદોત્સવ’ કાર્યક્રમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.”સેવા હી સંગઠન” અંતર્ગત યોજાયેલા આ શરદ પૂનમના કાર્યક્રમમાં વલ્લભીપુર તાલુકાના તમામ કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા.
સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી બાદ સફળતાના 6 મહિના પૂર્ણ થવાના પ્રસંગે યોજાયેલા આ સ્નેહ મિલન કાર્યક્રમમાં એક ખાસ બાબત ઉપસી આવી હતી. કોઈપણ રાજકીય પક્ષના સહકાર વગર અપક્ષ સભ્યો દ્વારા વલ્લભીપુર તાલુકામાં વિવિધ વિકાસ કાર્યો પૂર્ણ કરવામાં આવી રહ્યા છે.
આ સાથે જ, વલ્લભીપુર તાલુકામાં આગામી ચૂંટણીઓની તૈયારીઓનો પણ પ્રારંભ કરી દેવાયો છે. 2027ની વિધાનસભા ચૂંટણીમાં ‘Gen-Z’ એટલે કે નવયુવાનોને ઉમેદવાર તરીકે પસંદ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. આ શરદોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં ઝેન ઝી યુવાનો અને સ્થાનિક નાગરિકોની ઉત્સાહભેર હાજરી જોવા મળી હતી.
